For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFO Update : PF ધારકોના ખાતામાં જમા થયા વ્યાજના પૈસા, આ રીતે જાણો PF બેલેન્સ

EPFO Update : પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના 7 કરોડ સબસ્ક્રાઇબના ખાતામાં વ્યાજના પૈસા જમા કરવાનું શરૂ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

EPFO Update : પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના 7 કરોડ સબસ્ક્રાઇબના ખાતામાં વ્યાજના પૈસા જમા કરવાનું શરૂ કર્યું છે. સરકાર EPF અકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં 2022નું વ્યાજ જમા કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 8.1 ટકાના દરે વ્યાજ જમા કરવામાં આવી રહ્યુ છે.

કેવી રીતે થાય છે વ્યાજની ગણતરી

કેવી રીતે થાય છે વ્યાજની ગણતરી

  • જો તમારા પીએફ ખાતામાં 10 લાખ રૂપિયા છે, તો તમને 81,000 રૂપિયા વ્યાજ મળશે.
  • જો તમારા પીએફ ખાતામાં 7 લાખ રૂપિયા છે, તો તમને 56,700 રૂપિયા વ્યાજ મળશે.
  • જો તમારા પીએફ ખાતામાં 5 લાખ રૂપિયા છે, તો 40,500 રૂપિયા વ્યાજ તરીકે આવશે.
  • જો તમારા પીએફ ખાતામાં 1 લાખ રૂપિયા હશે તો 8,100 રૂપિયા આવશે.
1. મિસ્ડ કોલ સાથે આ રીતે બેલેન્સ જાણો

1. મિસ્ડ કોલ સાથે આ રીતે બેલેન્સ જાણો

તમારા પીએફના પૈસા ચેક કરવા માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ આપવો પડશે. આપછી, તમને EPFO ના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. આ માટે તમારું UAN, PAN અને આધાર લિંક હોવું પણ જરૂરી છે.

2. આ રીતે ચેક કરો ઓનલાઇન બેલેન્સ

2. આ રીતે ચેક કરો ઓનલાઇન બેલેન્સ

1. ઓનલાઈન બેલેન્સ ચેક કરવા માટે, EPFO વેબસાઈટ પર લોગ ઓન કરો, epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો.

2. હવે તમારી ઈ-પાસબુક પર ક્લિક કરવાથી, passbook.epfindia.gov.in પર એક નવું પેજ આવશે.

3. હવે અહીં તમે તમારું યુઝરનેમ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ફીલ કરો

4. બધી વિગતો ભર્યા બાદ, તમે નવા પેજ પર આવશો અને અહીં તમારે સભ્ય ID પસંદ કરવાનું રહેશે.

5. અહીં તમને ઈ-પાસબુક પર તમારું EPF બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર કેવી રીતે બેલેન્સ ચેક કરશે

3. ઉમંગ એપ પર કેવી રીતે બેલેન્સ ચેક કરશે

1. આ માટે તમે તમારી UMANG એપ ખોલો અને EPFO પર ક્લિક કરો.

2. હવે બીજા પેજ પર, કર્મચારી-કેન્દ્રીત સેવાઓ પર ક્લિક કરો.

3. અહીં તમે 'જુઓ પાસબુક' પર ક્લિક કરો. આ સાથે તમે તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) નંબર ભરો.

4. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. જે બાદ તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો

જો તમારો UAN નંબર EPFO​ સાથે લિંક્ડ છે, તો તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશે માહિતી મેળવી શકો છો.

આ માટે તમારે મેસેજમાં EPFOHO લખને 7738299899 પર મોકલવાનું રહેશે.

જે બાદ તમને મેસેજ દ્વારા પીએફની માહિતી મળશે.

English summary
EPFO Update : government deposited Interest money in the account of PF holders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X