For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કારણે શેર માર્કેટમાં થયો ધબડકો, મિનિટોમાં ડૂબ્યા 2.24 લાખ કરોડ

આ કારણે શેર માર્કેટમાં થયો ધબડકો, ડૂબ્યા 2.24 લાખ કરોડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે શેર બજારમાં ભૂકંપ આવ્યો. શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. બજારની શરૂઆત જ લાલ નિશાનની સાથે થઈ અને દિવસ પૂરો થતાં રોકાણકારોના 2.24 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. સેંસેક્સ 689.60 અંક એટલે કે 1.89 ટકાના કડાકા સાથે રોકાણકારોના 2.24 લાખ રૂપિયા ડૂબી ગયા. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના શેરોની વેલ્યુએશન 20 ડિસેમ્બરે 1,45,56,433.00 લાખ કરોડ રૂપિયા હતી, જે આજે ઘટીને 1,43,31,716.44 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. એવામાં જાણવું બહુ જરૂરી છે કે આખરે શેર બજારમાં આટલો કડાકો કયા કારણસર જોવા મળ્યો? આજે અમે તમને જણાવશું કે કયા કારણસર શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો.

કમજોર વૈશ્વિક સંકેત

કમજોર વૈશ્વિક સંકેત

વૈશ્વિક સંકેતના કારણે શેર બજારમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા કમજોર પડવાના સંકેત છતાં યૂએસ ફેડરલ રિઝ્વ દ્વારા આગામી વર્ષે ઈન્ટ્રેસ્ટ રેટમાં વધારાનો સંકેત અપાયા બાદથી રોકાણકારોમાં ઘભરાહટ છે. વૈશ્વિક શેર બજાર દબાવમાં છે. અમેરિકાની ટ્રમ્પ સરકારના શટડાઉનના ખતરાના કારણે રોકાણકારોમાં ગભરાહટ વધી ગઈ છે, જેની અસર શેર બજાર પર જોવા મળી છે. અમેરિકામાં સરકારના કામકાજની સંભવિત મનાઈની સાથે અમેરિકા-ચીનની વચ્ચે તણાવ વધવાથી વૈશ્વિક રૂખ પ્રભાવિત થયો, જેની અસર શેર બજાર પર પડી.

ખેડૂતોનું દેવું માફ

ખેડૂતોનું દેવું માફ

કેટલાક બજાર જાણકારો મુજબ પાછલા કેટલાક દિવસોથી એક પછી એક રાજ્યોમાં ખેડૂતોનાં દેવામાફીથી ક્રેડિટ માર્કેટ અને સરકારી બેંકોના નાણાકીય સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે, જેના કારણે બજારમાં તણાવનો માહોલ છે. બજારમાં રોકડ વધવાથી અર્થવ્યવસ્થામાં મુદ્રાસ્ફીતિનું દબાણ પેદા થઈ શકે છે જેની અસર શેર બજાર પર પડી રહી છે.

પ્રોફિટ બૂકિંગ

પ્રોફિટ બૂકિંગ

પાછલા કેટલાય દિવસોથી શેર બજારમાં સારું પ્રદર્શન હતું, પરંતુ અઠવાડિયાના અંતિમ દિવસે બજાર ધમાડ થઈ ગયું. બજાર જાણકારો મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન બાદ શુક્રવારે બજારમાં જોરદાર પ્રોફિટ બૂકિંગ થયું. વૈશ્વિક અનિશ્ચિતતાની વચ્ચે વિદેશી સંસ્થાગત રોકાણ ક્રિસમસની ખુશિઓ મનાવતા પહેલા કોઈ જોખમ લેવા માંગતા નથી.

રૂપિયા પર દબાવ

રૂપિયા પર દબાવ

ડૉલરની સરખામણીએ રૂપિયામાં ઘટાડાના કારણે રૂપિયા પર સતત દબાણ વધી રહ્યું છે. શુક્રવારે રૂપિયો 56 પૈસાના કડાકા સાથે 70.26 પર પહોંચી ગયો, જેની અસર પણ શેર બજાર પર જોવા મળી છે.

ક્રૂડ ઓઈલ કંપનીઓના શેર પર દબાવ

ક્રૂડ ઓઈલ કંપનીઓના શેર પર દબાવ

પાછલા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીથી એનર્જી કંપનીઓના શેરમાં દબાવમાં છે. જ્યારે ઓપેક દ્વારા કીમતોમાં ઘઠાડાના સંકેત આપ્યા બાદ શુક્રવારે અચાનક ઓઈલની કિંમતમાં ઘટાડો નોંધાયો, જેની અસર પણ શેર બજાર પર પડી છે.

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 625 પોઈન્ટ ગગડ્યોશેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 625 પોઈન્ટ ગગડ્યો

English summary
Equity investors on Dalal Street lost Rs 2.2 lakh crore on Friday as a sudden downturn in the benchmark indices cut combined market capitalisation of the BSE-listed companies to Rs 143.30 lakh crore from Rs 145.56 lakh crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X