ઇક્વિટી કે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ? ક્યાં રોકાણ વધારે સારું અને ક્યારે?
જ્યારે આપ ક્યાં અને ક્યારે રોકાણ કરવું જોઇએ તે અંગે મુંઝવણમાં હોવ ત્યારે આપના માટે ઇન્વેસ્ટમેન્ટ અંગેનું પ્લાનિંગ કરવું મુંઝવણભર્યું બને છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે રોકાણને હંમેશા વિવિધ જગ્યાએ રોકવું જોઇએ. આ કારણે વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે માર્કેટની ચાલ જોઇને સ્ટોકમાં રોકાણ ક્યારે કરવું જોઇએ અને બોન્ડમાં રોકાણ ક્યારે કરવું જોઇએ.
આ ઉપરાંત ઇક્વિટીમાં રોકાણ કરવું કે ડેબ્ટમાં રોકાણ કરવું એ આપની ઉંમરને આધારે ધ્યાનમાં લેવું જોઇએ. મોટી ઉંમરે આપ ઇક્વિટીમાં રોકાણ કરવાનું મોટું જોખમ લઇ શકતા નથી. મોટી ઉંમરે વ્યક્તિએ મોટા ભાગે ડેબ્ટમાં રોકાણ કરવું જોઇએ. બીજી તરફ નાની વયે આપ વધારે જોખમ લઇ શકો છો આ કારણે વધારે વળતર આપતા ઇક્વિટીમાં રોકાણ કરવું જોઇએ.
આ માટે આપણે ઇક્વિટી અને બોન્ડ વચ્ચેનો મૂળભૂત તફાવત જાણવો જરૂરી છે.

ઇક્વિટીના ફીચર્સ
1. ઇક્વિટી સેરહોલ્ડર્સ તેમની પાસે રહેલા શેર્સની સંખ્યાને આધારે કંપનીમાં માલિકી ધરાવે છે. શેરહોલ્ડર્સે જે રોકાણ કર્યું હોય તેનું વળતર ડિવિડન્ડ અને કેપિલટ એપ્રિસિએશન તરીકે મળે છે.
2. જો કે ડિવિડન્ડ નિશ્ચિત હોતા નથી. ડિવિડન્ડ કંપની નફો કરે ત્યારે જ આપવામાં આવે છે.
3. ઇક્વિટીમાં મેચ્યોરિટી તારીખ હોતી નથી.
4. ઇક્વિટી શેરધારક પાસે વોટિંગ રાઇટ્સ હોય છે.
5. ઇક્વિટી શેર બજારમાં ખરીદ વેચાણ થતી હોવાથી તેની લિક્વિડિટી વધારે હોય છે. તે રોકાણકારની અનુકૂળતા અનુસાર લે વેચ કરવામાં આવે છે.
6. ઇક્વિટીમાં જોખમ વધારે હોવાની સાથે તેમાં વળતર પણ ઊંચું હોય છે.
7. કંપની બંધ થવાની હોય ત્યારે તેમને પૈસા બોન્ડ હોલ્ડરને ચૂકવણી કર્યા બાદ મળે છે.
બોન્ડના ફીચર્સ
1. બોન્ડ હોલ્ડર્સ કંપનીના ક્રેડિટર્સ કહેવામાં આવે છે.
2. બોન્ડ હોલ્ડર્સને નિયત સમયાંતરે કુપન પેમેન્ટ તરીકે ઇન્ટરેસ્ટ મળે છે.
3. પરપેચ્યુઅલ બોન્ડ્સ સિવાયના બોન્ડને મેચ્યોરિટી હોય છે.
4. બોન્ડ હોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ હોતા નથી.
5. કંપની બંધ થાય ત્યારે બોન્ડ હોલ્ડર્સને શેર હોલ્ડર્સ પહેલા ચૂકવણી કરવામાં આવે છે.
6. ઇક્વિટીની સરખામણીએ બોન્ડ ઓછી લિક્વિડિટી ધરાવે છે.
7. બોન્ડ ઓછા જોખમી હોય છે. તેની સરખામણીમાં ઓછું વળતર આપે છે.
માર્કેટમાં જ્યારે પણ રોકાણ કરવાનું હોય ત્યારે માર્કેટ તેજીમાં જતું હોય તો ઇક્વિટીમાં અને મંદીમાં હોય તો સુરક્ષિત રોકાણ એટલે કે બોન્ડ્સમાં રોકાણ કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
