For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'RCOM દેવું ના ચૂકવે તો અનિલ અંબાણીને જેલમાં નાખો'

ટેલિકોમ ઉપકરણ બનાવતી કંપની એરિક્શને રિલાયન્સ કોમ્યુનિકેશન ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં પોતાની બીજી અવગણના અરજી દાખલ કરી છે.

|
Google Oneindia Gujarati News

ટેલિકોમ ઉપકરણ બનાવતી કંપની એરિક્શને રિલાયન્સ કોમ્યુનિકેશન ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં પોતાની બીજી અવગણના અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેઓ સ્વીડિશ કંપનીના 550 કરોડ રૂપિયાનું ભુગતાન નહીં કરે ત્યાં સુધી તેમને સિવિલ જેલમાં બંધ કરવામાં આવે અને તેમની વિદેશ યાત્રાઓ પણ રોકી દેવામાં આવે. આપને જણાવી દઈએ કે અનિલ અંબાણીએ એરિક્શનના 550 કરોડ રૂપિયા તરત ચૂકવવા માટે કોર્ટમાં વ્યક્તિગત રીતે ગેરંટી લીધી હતી.

આ પણ વાંચો: અનિલ અંબાણીની કંપનીઓ થઇ રહી કંગાળ, માત્ર 19 કરોડ રૂપિયા બચ્યા

અનિલ અંબાણી પર કોર્ટની અવગણના કરવાનો આરોપ

અનિલ અંબાણી પર કોર્ટની અવગણના કરવાનો આરોપ

બીજી તરફ અનિલ અંબાણીની કંપની ઘ્વારા આ મામલે દેશની સંચાર વિભાગની સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કર્યો છે. જેમાં કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે સ્પેક્ટ્રમની નિલામીમાં મોડું થવાને કારણે એરિક્શન અને બીજી કંપનીનું દેવું ચુકવવામાં મોડું થયું છે. એરિક્શન વકીલ અનિલ ખેરે સુપ્રીમકોર્ટમાં કહ્યું કે, નવી અરજી એટલા માટે દાખલ કરવામાં આવી છે કારણકે રિલાયન્સ અને બીજા સુપ્રીમકોર્ટના આદેશનું પાલન નથી કરી રહ્યા. અમે લાંબા સમયથી ભુગતાનની રાહ જોઈ રહ્યા છે. આ કોર્ટની અવગણનાનો મામલો છે.

બીજીવાર એરિક્શને અરજી દાખલ કરી

બીજીવાર એરિક્શને અરજી દાખલ કરી

આ મામલે આરકોમ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એરિક્શન અને લેંડર્સનું દેવું ચુકવવામાં તેમને મોડું થઇ રહ્યું છે તેના માટે ટેલિકોમ ડીપાર્ટમેન્ટ (DoT) જવાબદાર છે. આરકોમ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ટેલિકોમ ડીપાર્ટમેન્ટ તેમની રિલાયન્સ જિયો ડીલને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નથી આપી રહ્યું. કંપનીએ ટેલિકોમ ડીપાર્ટમેન્ટ સામે પણ અદાલતમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમકોર્ટ સોમવારે બંને મામલે સુનાવણી કરશે.

આરકોમ અને ટેલિકોમ ડીપાર્ટમેન્ટ વચ્ચે ઝગડો

આરકોમ અને ટેલિકોમ ડીપાર્ટમેન્ટ વચ્ચે ઝગડો

આ બીજીવાર છે જયારે આરકોમે સ્વીડન કંપની એરિક્શનને પૈસા નથી ચૂકવ્યા. આ પહેલા 30 સપ્ટેમ્બરે ડેડલાઈન પુરી થયા દરમિયાન કંપનીએ અંબાણી સામે ઓક્ટોબરમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે અનિલ અંબાણીની કંપનીને 15 ડિસેમ્બરે પૈસાની ચુકવણી કરવાનો દિવસ નિર્ધારિત કર્યો હતો. આરકોમ અને ટેલિકોમ ડીપાર્ટમેન્ટ વચ્ચેનો ઝગડો સ્પેક્ટ્રમ સંબંધિત 2947 કરોડ રૂપિયાનો ચાલી રહ્યો છે. આ મામલો પણ સુપ્રીમકોર્ટમાં છે.

English summary
Ericsson wants jail for Anil Ambani till dues are cleared
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X