For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંજે પણ કોમોડિટી એક્સચેન્જને મંજૂરી આપાવાની શક્યતા

|
Google Oneindia Gujarati News

commodity-market
નવી દિલ્હી, 22 મે : કોમોડિટી બજારનું નિયમન કરતી સંસ્થા ફોરવર્ડ માર્કેટ કમિશન દ્વારા હવે કોમોડિટી એકસ્ચેન્જને સાંજે ટ્રેડિંગ મંજૂરી આપે તેવી પણ શક્યતા છે. સાંજના ટ્રેડિંગમાં મેટલ, બુલિયન અને પાવર સેક્ટર જેવી નોન કૃષિ કોમોડિટીનું ટ્રેડિંગ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ બધા સેક્ટરની કિંમતો વૈશ્વિક બજારો સાથે જોડાયેલી છે અને તે બજારો મોટી રાત સુધી ચાલતા હોય છે, તેથી જ ભારતના બજારોમાં પણ આ પ્રમાણેની વૈશ્વિક કારોબાર સાથે જોડાયેલી કોમોડિટીને સાંજનું ટ્રેડિંગ કરવાની મંજૂરી મળે તેવી શક્યતા છે.

વૈશ્વિક બજારો સાથે જોડાયેલી કોમોડિટીને પહેલાં પણ સાંજના ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ છથી સાત વર્ષ પહેલાં આ પ્રમાણેના સાંજના વાયદા બંધ કરી દેવામાં આવ્યા હતા. વેપારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સાંજના ટ્રેડિંગમાં હેડિંગ માટે કોઈ ચોકક્સ હેતુ રાખવામાં આવ્યો ન હતો અને સાંજના સમયના ટ્રેડિંગમાં હેજરો પણ ઓછા સક્રિય રહેતા હતા. તે ઉપરાંત સાંજના વેપારમાં ડબ્બા ટ્રેડિંગ અને ઉત્તર ભારત અને પશ્ચિમના અમુક દેશોમાં ખોટા ટ્રેડિંગને પ્રોત્સાહન મળતું હતું. આમ, અનેક સમસ્યાઓ સર્જાવાને કારણે એફ્એમસી દ્વારા સાંજનું ટ્રેડિંગ બંધ કરાવી દેવામાં આવ્યુ હતું.

એફએમસીના ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એફએમસી દ્વારા એક્સચેન્જોમાં સાંજના ટ્રેડિંગને મંજૂરી આપવા માટે એકસચેન્જો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. સોયાબીન અને તેલ, ક્રૂડ પામ તેલ, કપાસ, રબર ભારતીય શેરબજારમાં વૈશ્વિક કોમોડિટી એક્સચેન્જમાં સમાવેશ થાય છે.

એફએમસી દ્વારા સૂચનો માગવામાં આવ્યાં છે કે એવી કઈ કઈ કોમોડિટી છે જેને સાંજના ટ્રેડિંગ સેશનમાં મજૂરી આપવી જોઈએ. એક એક્સચેન્જના અગ્રણી અધિકારીએ જણાવ્યું છે કે, માત્ર સોયાબીન અને ક્રૂડ ઓઈલમાં સાંજના વેપાર કરવાની મંજૂરી આપવી જોઈએ કારણ કે રબરનું મોટા ભાગનું ટ્રેડિંગ જાપાનમાં થાય છે અને પામ તેલનું મલેશિયા અને ઈન્ડોનેશિયામાં ટ્રેડિંગ કરવામાં આવે છે અને આ બજારો ભારતના સમયે સવારથી જ શરૂ થઈ જતા હોય છે.

નિષ્ણાતોના મત પ્રમાણે પહેલાં પણ જ્યારે કોમોડિટી એકસ્ચેન્જમાં સાંજનું ટ્રેડિંગ શરૃ કરવામાં આવ્યું ત્યારે ખોટા વેપારોને પ્રોત્સાહન મળ્યું હતું અને આ વખતે પણ ખોટા વેપારને પ્રોત્સાહન મળવલાનો ભય રહેલો છે. એફ્એમસી દ્વારા શનિવારે એકસચેન્જો બંધ રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે, કારણકે મોટા ભાગના એક્સચેન્જમા શનિવારે રોજિંદા વેપાર કરતા 50થી 70 ટકા જેટલા વેપારો ઓછા થતા હોય છે.

English summary
Evening commodity exchange trading likely allowed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X