ભારતમાં દરેક ચાર વ્યક્તિમાંથી 1 બેરોજગાર, જાણો વધતી બેરોજગારી માટે કોણ જવાબદાર?
ભારતમાં દરેક ચાર વ્યક્તિમાંથી 1 બેરોજગાર, જાણો વધતી બેરોજગારી માટે કોણ જવાબદાર?
નવી દિલ્હીઃ કોરોના વાયરસ પ્રેરિત રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન બાદથી ભારતમાં બેરોજગારીનો દર સતત 20 ટકાથી વધી રહ્યો છે, કેમકે મહામારીની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે, જેનાથઈ સતત લોકોને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા છે અથવા તો કંપીઓએ રાજસ્વની કમીને પગલે કર્મચારીઓના પગારમાં કટૌતી કરી છે.

સેંટર ફોર મૉનિટરંગ ઈન્ડિયન ઈકોનોમી મુજબ ગત 24મેના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન બેરોજગારી દર 24.3 ટકા હતી, જે આ સૂચવે છે કે 20 એપ્રિલથી લૉકડઉનમાં છૂટથી બેરોજગારીના દર પર કોઈ પૉઝિટિવ પ્રભાવ જોવા મળ્યો નથી.

ઉલ્લેખનીય છેકે ગત 17 મેના રોજ સમાપ્ત થયેલ સપ્તાહ દરમિયાન શહેરો બેરોજગારી દર લગભગ 27 ટકા હતો, જે ગ્રામીણ બેરોજગારી દરથી ઘણો વધુ હતી. જેનો સીધો મતલબ એ છે કે શહેરી વસ્તીમાં 25 ટકાથી ઓછી કામકાજી ઉંમર વાળઆ લોકો પાસે નોકરી છે. શહેરી વસ્તીમાં લૉકડાઉનને કારણે સૌથી વધુ લોકોની નોકરી ગઈ છે.

કેમ કે કંપનીઓ નુકસાનને પહોંચી વળવા માટે આક્રમક રૂપે પોતાના કર્મચારીઓની છંટણી કરી રહી છે અને વેતન કટૌતી કરી રહી છે. કપડાં બનાવતી ભારતની પ્રમુખ કંપની રેમંડે હાલમાં જ વધતા નુકસાનને દૂર કરવા માટે સેંકડો કર્મચારીઓની છંટણી કરી છે, જેની સાથે જ તેઓ લા, ઉબેર, જોમાટો અને સવિગી જેવા સ્ટાર્ટ અપ્સમાં સામેલ થઈ ગયા, જેમણે કોવિડ- 19 સંકટનો હવાલો આપી કર્મચારીઓની છંટણી અને પગાર કટૌતીની ઘોષણા કરી છે.
અગાઉ રાજસ્વમાં ગિરાવટના કારણે ઓલા અને સ્વિગીએ 11100 અને 1400 કર્મચારીઓને કાઢ્યા, જ્યારે જમેટોએ 13 ટકા કર્મચારીઓની છંટણી કરી છે. આ ઉપરાંત ઉબેર પાર્ટનર અને ઉર્જા પ્રમુખ Schlumberger જેવી કંપનીઓએ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનો અને ભારતીય મેનેજમેન્ટ સંસ્થાનો જેવા પ્રમુખ સંસ્થાનોમાં નવા સ્નાતકો માટે પૂર્વ પ્રસ્તાવિત નોકરી રદ્દ કરી દીધી છે.
આની સીધી અસર શ્રમ ભાગીદારી દર પર પડી, જે એખ સપ્તાહ દરમિયાન ઘટીને 38.7 ટકા રહી ગઈ છે CMIE રપોર્ટ કહે છે કે મહામારીનો પ્રભાવ એવો છે કે વિશેષજ્ઞોનું માનવું છે કે 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થામાં મંદીની સંભાવના છે. ડન એન્ડ બ્રૈડસ્ટ્રીટ મુજબ નોકરીમાં નુકસાન અને પગાર કટૌતી અર્થવ્યવસ્થાની રીકવરીને મહામારી બાદ પણ ધીમી કરી દેશે.












Click it and Unblock the Notifications
