કોરોનાની સારવારમાં વપરાતી પસંદગીની દવાઓને GSTમાંથી મુક્તિ, 31 ડિસેમ્બર સુધી અપાઇ રાહત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની 45 મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે દરમિયાન સામાન્ય લોકો માટે ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

લખનઉ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે આજે (શુક્રવારના રોજ) ઉત્તર પ્રદેશના લખનઉમાં GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની 45 મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે દરમિયાન સામાન્ય લોકો માટે ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે, બેઠકમાં કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવાતી પસંદગીની દવાઓ પર છૂટ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

nirmala sitharaman

એક અહેવાલ મુજબ GST કાઉન્સિલની બેઠકમાં કોવિડ 19ની સારવારમાં વપરાતી દવાઓ પર GSTમાંથી રાહત આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 31 ડિસેમ્બર સુધી દવા Amphotericin B, Tocilizumab પર GST લાગશે નહીં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં કોરોના વાયરસ સંકટ વચ્ચે પ્રથમ વખત એક છત નીચે બેઠક યોજાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી અનુસાર GST કાઉન્સિલે રાહત દરો હેઠળ યાદીમાં વધુ દવાઓ ઉમેરવાની પણ મંજૂરી આપી છે. તેમાંથી 31 ડિસેમ્બર સુધી ઘણી દવાઓ પર GSTના દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર રાહત કરવામાં આવી છે. તેમાં ઇટોલીઝુમાબ, પોસાકોનાઝોલ, ઇન્ફ્લિક્સિમાબ, બામલાનીવીમાબ અને એટસેવિમાબ, કેસિરીવિમાબ, ઇમ્દેવીમૈબ, 2-ડીઓક્સી ડી ગ્લુકોઝ અને ફેવિપિરવીરનો સમાવેશ થાય છે.

સૂત્રોનું કહેવું છે કે, બેઠકે સિક્કિમને ફાર્મા વસ્તુઓના આંતર રાજ્ય પુરવઠા પર ત્રણ વર્ષ માટે 1 ટકા કોવિડ 19 સેસ વસૂલવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દિવસો સુધી ચાલેલી GST કાઉન્સિલની 45મી બેઠકથી જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં પેટ્રોલ ડીઝલને પણ GSTના દાયરામાંથી બહાર મૂકાય તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X