For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ફેસબુક માટે વૃદ્ધિની અપાર સંભાવના : માર્ક ઝુકરબર્ગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર : વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના યુવા સીઈઓ માર્ક ઝુકરબર્ગ પોતાની ભારતની મુલાકાત દરમિયાન આજે દિલ્હીમાં internet.org સમિટને સંબોધતા કનેક્ટેવિટીની માનવીય અધિકાર ગણાવ્યો.

આ પ્રસંગે બોલતા માર્ક ઝુકરબર્ગે કહ્યું, ભારતમાં એક અબજથી વધુ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી, એનો અર્થ એ છે કે તેમને સમાન અધિકારો મળ્યા નથી. અમે કનેક્ટિવીટીને માનવીય અધિકાર માનીએ છીએ.

માત્ર 30 વર્ષના ઉદ્યોગ સાહસિક માર્ક ઝુકરબર્ગ હાલ ભારતની બે દિવસની મુલાકાતે છે. અહીં Internet.org સમિટને સંબોધતા સમગ્ર વિશ્વને જોડવાની નેમ પ્રગટ કરી. આ સાથે ભારતમાં સ્થાનિક ભાષાઓમાં એપ્સ ડેવેલપ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા એક અબજ ડોલરનું ભંડોળ આપવાની જાહેરાત પણ કરી છે.

mark-zuckerberg

ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક માત્ર ધનિક અને શક્તિશાળી જ નહીં પરંતુ સમાજના નબળા વર્ગ માટે પણ કામ કરી રહી છે. તેમણે આફ્રિકાના ઝામ્બિઆમાં પ્રાથમિક ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડ્યાનો ઉલ્લેખ કર્યો.

તેમણે ઉમેર્યું કે વિશ્વના ત્રીજા ભાગના લોકો ઇન્ટનેટનો ઉપયોગ કરે છે અને ઇન્ટરનેટ ક્ષેત્રે ભવિષ્યમાં અનેક ઉજળી તકો રહેલી છે. ઘણા લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો જ નથી. તેઓ જાણતા પણ નથી કે તે કેવી રીતે તેમને મદદરૂપ છે.

એક સર્વેનો ઉલ્લેખ કરતા ઝુકરબર્ગે કહ્યું કે ભારતના 69 ટકા લોકો જણતા જ નથી કે ઇન્ટરનેટ કેવી રીતે તેમની માટે ઉપયોગી છે. તેમણે આવા વર્ગ વિશે વાત કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના વાલી તરીકે માતાઓને પણ તે એટલું જ ઉપયોગી છે.

અમેઝોન કંપનીના જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલા બાદ માર્ક ઝુકરબર્ગ ત્રીજા અમેરિકન સીઈઓ છે, જેઓ ભારતની મુલાકાતે છે. અમેરિકા બાદ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે જ્યાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

English summary
Exponential growth potential for Facebook in India : Zuckerberg in Internet summit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X