For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકે રજૂ કરી ક્રિપ્ટોકરન્સી 'લિબ્રા', જાણો બધી જ વાતો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે આગામી વર્ષે ક્રિપ્ટો કરન્સી લિબ્રા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મનાઈ રહ્યું છે કે આગામી 6થી 12 મહિનામાં લિબ્રા લોન્ચ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે આગામી વર્ષે ક્રિપ્ટો કરન્સી લિબ્રા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મનાઈ રહ્યું છે કે આગામી 6થી 12 મહિનામાં લિબ્રા લોન્ચ થઈ જશે. ફેસબુકે લિબ્રા ક્રિપ્ટો કરન્સીને લઈ પોતાની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં ફેસબુકના ઈતિહાસનું આ સૌથી મોટું પગલું છે. કંપનીએ એ જાહેરાતમાં કહ્યું છે કે અરબો લોકોની રોજિંદી જરૂરિયાતો માટે આ ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરાઈ રહી છે.

પૈસાના ટ્રાન્ઝેક્શનમાં સહેલાઈ

પૈસાના ટ્રાન્ઝેક્શનમાં સહેલાઈ

કંપનીના કહેવા પ્રમાણે કૈલિબ્રા ગ્લોબલ ક્રિપ્ટો કરન્સી છે, જે બ્લોક ચેન ટેક્નોલોલજી પર આધારિત છે. જેના દ્વારા લોકો પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ત્યાંથી પૈસા મોકલવા, રિસિવ કરવા, વાપરવા અને સેવિંગ પણ કરી શકાય છે. જણાવી દઈએ કે ફેબસુકના અધિકારી ડેવિડ માર્ક્સે કહ્યું છે કે કેલિબ્રા વિશ્વના અરબો લોકો સુધી ઓપન ફાઈનાન્સિયલ ઈકો સિસ્ટમ પહોંચાડી શકે છે.

કૈલિબ્રા અને લિબ્રામાં શું છે ફરક?

કૈલિબ્રા અને લિબ્રામાં શું છે ફરક?

જો તમને સહેલી ભાષામાં કહીએ તો બિટકોઈનની જેમ લિબ્રા પણ ક્રિપ્ટો કરન્સીની જેમ જ કામ કરશે. જ્યારે કૈલિબ્રા એક પ્લેટફોર્મ છે, જેમાં લિબ્રા દ્વારા યુઝર્સ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. લિબ્રા એક જીનીવા બેઝ્ડ નોન પ્રોફિસ એસોસિયેશન છે, જેનો ટાર્ગેટ અરબો લોકોને ફાઈનાન્સિયલ સેવા આપવાનો છે.

ક્રિપ્ટોકરન્સી શું છે.

ક્રિપ્ટોકરન્સી શું છે.

ક્રિપ્ટોકરન્સી એ ડિજિટલ નાણું છે. તેને ડિજિટલ વોલેટમાંથી લેવડદેવડ કરી શકાય છે. તમને એ પણ જણાવી દઈએ કે 2009માં સૌથી પહેલા તેના વિશે માહિતી આવી હતી. આ કરન્સીના કારણે નાણાકીય લેવડ દેવડમાં બેન્કને માધ્યમ બનાવવી જરૂરી નથી. જો કે ભારતમાં ક્રિપ્ટોકરન્સી ગેરકાનૂની છે. અને તેને રેગ્યુલેટ કરવા માટે કોઈ નિયમ પણ નથી.

તમને કેટલો ફાયદો?

તમને કેટલો ફાયદો?

2020 સુધીમાં આ ક્રિપ્ટોકરન્સી દરેક યુઝર માટે અવેલેબલ હશે. લોન્ચ બાદ આ કરન્સી ફેસબુકના તમામ પ્લેટફોર્મ એટલે કે મેસેન્જ, વોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ પર કામ કરશે. જો કે કંપનીના કહેવા પ્રમાણે અહીં લોકોના પૈસા અને તે અંગેની માહિતી સેફ રહેશે. સાથે જ કંપની સુરક્ષા માટે ઘણાં પગલાં લેવાની છે, જેમાં વેરિફિકેશન પ્રોસેસ પણ હશે. એટલું જ નહીં ફેસબુક લાઈવ સપોર્ટ પણ આપશે.

- ફેસબુક મેસેન્જરથી પૈસા મોકલી અને મેળવી શક્શો
- વોટ્સએપ પરથી પણ થઈ શક્શે ટ્રાન્ઝેક્શન
- જણાવી દઈએ કે યુઝર્સને ડિજિટલ વૉલેટ એપ મળશે, જેમાં તમારી પાસબુક રહેશે.
- પૈસા મોકલવા માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લેવાય. કસ્ટમર્સને લાઈવ સપોર્ટ પણ મળશે.
- કંપનીએ તેને સેફ અને સિક્યોર રાખવા પર ખાસ ધ્યાન આપ્યું છે.

ગત વર્ષે ભારતમાં બિટ કોઈન ખૂબ જ પોપ્યુલર થયા હતા અને તેના ટ્રેડિંગ પણ થાય હતા. હવે જ્યારે બિટકોઈન બાદ ભારતમાં ક્રિપ્ટો કરન્સીને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ક્રિપ્ટો કરન્સી અંગે વિવાદ પણ ચાલી રહ્યો છે. સહેલી ભાષામાં તમે તેને બિટકોઈન પણ સમજી શકો છો, જેને હવે ફેસબુક લોન્ચ કરશે.

English summary
facebook has finally introduced bitcoin like cryptocarison calibra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X