• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આરબીઆઈ: તમારી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને, પાકિસ્તાનની ચાલ

|

ભારતીય નોટોની નકલ બનાવવાના કિસ્સામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. નોટબંધી બાદ નવી ડિઝાઈન અને આકારની નોટો જારી કરવામાં આવી, જો કે તેની પણ નકલી નોટ બજારમાં આવી ગઈ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક અહેવાલમાં સ્પષ્ટ કર્યુ છે કે નકલી નોટોનો કારોબાર અટક્યો નથી, પણ વધ્યો છે. પાકિસ્તાન આ રમત હવે ખુલ્લે આમ રમી રહ્યુ છે. નોટબંધી બાદ થોડો સમય આ ધંધો અટક્યો હતો. જો કે પાકિસ્તાનને હવે આ નવી નોટોની નકલ બનાવવામાં સફળતા મળી છે.

આ નોટ છાપવા માટે ખાસ પ્રકારની શાહીનો ઉપયોગ કરાય છે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી હોતી. આ શાહી માત્ર સરકાર વહેંચે છે. તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન આ શાહી ખરીદી રહ્યુ છે. પાકિસ્તાન આ નકલી નોટોને છાપી તેને સરહદ ઉપરાંત અન્ય માર્ગે ભારતમાં ધુસાડી રહ્યુ છે. નેપાળ તેનો ઉપયોગ કરી રહ્યુ છે. થોડા સમય પહેલા જ નેપાળ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતની નકલી નોટો ઝડપાઈ હતી. આવા સમયે તમારી પાસે રહેલી 500 અને 2000ની નોટ અસલી છે કે નકલી તે જાણવું જરૂરી છે.

નકલી નોટોના મામલા વધ્યા

નકલી નોટોના મામલા વધ્યા

આરબીઆઈ તરફથી અપાયેલી જાણકારી મુજબ વર્ષ 2018-19માં પાછલા વર્ષની સરખામણીએ નકલી નોટોના મામલામાં વધારો થયો છે. 2,000ની નકલી નોટોના ફ્રોડમાં 21.9 ટકાનો વધારો આવ્યો છે. જ્યારે 200 રૂપિયાની કુલ 12, 728 નકલી નોટો પકડાઈ છે. જ્યારે 1 વર્ષ પહેલા આ સંખ્યા માત્ર 79 હતી. 10, 20 અને 50 ની નકલી નોટોના ફ્રોડમાં 20.2 ટકા , 87.2 અને 57.3 ટકાનો ધટાડો આવ્યો છે. આરબીઆઈ અનુસાર નાણાકીય વર્ષ 2018-19માં બેંકિંગ ક્ષેત્રે જે નકલી ભારતીય નોટોની ઓળખ કરાઈ તેમાં 5.6 ટકા આરબીઆઈએ કરી છે અને 94.4 ટકા બેંકોએ કરી છે.

2000ની નોટની આબેહૂબ નકલ

2000ની નોટની આબેહૂબ નકલ

પાકિસ્તાનથી ભારતમાં ઠલવાઈ રહેલ 2000 રૂપિયાની નકલી નોટોએ ભારતની સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. આ નકલી નોટોની સપ્લાઈમાં પાકિસ્તાને 2000 રૂપિયાની નોટની આબેહૂબ નકલ કરી છે. જે સરકારી મદદ વિના શક્ય નથી. સાચી વાત તો એ છે કે ભારતીય બજારમાં ઠલવાયેલી આ નકલી 2000 ની નોટોને ઓળખવામાં ભારતીય એજન્સીઓ અને પોલીસ પણ થાપ ખઈ ચૂક્યું છે.

પાકિસ્તાન ઘડી રહ્યુ છે મોટુ ષડયંત્ર

પાકિસ્તાન ઘડી રહ્યુ છે મોટુ ષડયંત્ર

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા હાલ જપ્ત કરાયેલી નકલી નોટોની તપાસ દરમિયાન સાબિત થયુ છે કે કોઈ મોટા ષડયંત્ર હેઠળ પાકિસ્તાન ભારતની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરવા માટે આ હાઈ ક્વોલીટીની નકલી નોટો થોકમાં છાપી રહ્યુ છે. તપાસ કરતા જાણવા મળ્યુ કે કરાચીના મલીર હાલ્ટ વિસ્તારમાં સ્થિત 'પાકિસ્તાની સિક્ટોરીટી પ્રેસ'માં આ નોટો છાપવામાં આવી રહી છે. આ નકલી નોટોમાં પહેલી વાર ઓપ્ટિકલ વેરિયેબલ ઈન્કનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ખાસ પ્રકારની સહીની ખાસીયત છે કે તે નોટ પર લીલા રંગની દેખાય છે અને નોટની દિશા ઉપર-નીચે કરતા આ શાહીનો રંગ બદલાઈ વીદળી થઈ જાય છે. સુત્રોથી મળેલી માહિતી પ્રમાણે 6 મહિના પહેલા મળેલી નકલી નોટોમાં આ શાહીનો ઉપયોગ કરાયો ન્હોતો. આ શાહી એક વિદેશી કંપની બનાવે છે જેની સપ્લાય કેટલાક સિલેક્ટેડ દેશોની સરકારને કરવામાં આવે છે.

દુર્લભ શાહી

દુર્લભ શાહી

સુત્રોના કહેવા અનુસાર પાકિસ્તાન સરકારની મદદ વિના આ નકલી નોટોને છાપવાનું કામ થઈ શકે નહિં. ઓપ્ટિકલ વેરિયેબલ ઈન્કના ઉપયોગથી એ વાત તો સ્પષ્ટ છે કે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈના નેજા હેઠળ પાકિસ્તાનની સિક્ટોરીટી પ્રેસમાં આ ભારતીય મુદ્રાનું છાપકામ ચાલી રહ્યુ છે. આ નોટોને છાપ્યા બાદ તેના વિતરણ માટે કરાચીમાં બેઠેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમના ધંધાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને ભારતીય ખુફિયા એજન્સીની સંયુક્ત શોધમાં ખુલાસો કરાયો છે કે આ ચલણમાં અત્યાધુનિક ભારતીય મુદ્રા (નોટબંધી બાદ છાપવામાં આવેલ 2 હજાર અને 500ની નવી નોટો) ની એક અન્ય પ્રમુખ સિક્યોરીટી ફીચરની પણ પહેલી વાર આબેહૂબ નકલ કરાઈ છે.

ભારત માટે ખતરો

ભારત માટે ખતરો

ભારતીય ઉચ્ચ તકનીકની કમાલને કારણે જ નોટને ગોળ વાળતા તેના પરની લાઈનો પરસ્પર જોડાઈ જાય છે. પાકિસ્તાની ખુફિયા એજન્સીઓ દ્વારા બનાવેલ નકલી નોટોમાં આ લાઈનને મેળવવી પણ લગભગ શક્ય થઈ ગયુ છે. આ વાત આવનારા સમયમાં ભારતીય મુદ્રા માટે ઘાતક સાબિત થશે. આ પહેલી વાર બન્યુ છે કે ભારતમાં પકડાયેલી 2000ની નકલી નોટો જે 24 ઓગસ્ટે દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલના સહાયક પોલિસ અતર સિંહની ટીમ દ્વારા જપ્ત કરાઈ છે તેમાં આ હાઈ સિક્યોરીટી ફિચર ઉપલબ્ધ છે. જે ભારત માટે ઘાતક સિદ્ધ થઈ શકે છે.

નોટબંધી બાદ નકલી નોટ છાપવા પર લાગી હતી લગામ

નોટબંધી બાદ નકલી નોટ છાપવા પર લાગી હતી લગામ

વર્ષ 2016માં કરાયેલી નોટંબધી બાદ ઘણા સમય સુધી પાકિસ્તાનથી નકલી નોટો આવવાનું લગભગ બંધ થઈ ગયુ હતુ. જો કે આ વર્ષે જૂનના પહેલા જ અઠવાડિયામાં નેપાળની પોલીસે કાઠમાંડુ સ્થિત ત્રિભુવન હવાઈ મથકેથી લગભગ 7.67 કરોડ રૂપિયાની નકલી ભારતીય મુદ્રાની ખેપ પકડી હતી. ત્યાર બાદ ભારતીય ખુફિયા એજન્સી સતર્ક થઈ ગઈ હતી. હવે પાકિસ્તાનથી નેપાળ નહિં પણ કતર રસ્તે નકલી નોટો ભારતમાં ધુસાડવાનું શરૂ કર્યુ છે.

2000ની નોટ અસલી છે કે નહિં તે આમ તપાસો

2000ની નોટ અસલી છે કે નહિં તે આમ તપાસો

- નોટને પ્રકાશની સામે રાખતા 2000 રૂપિયા લખેલ દેખાશે.

- આંખની સામે 45 ડિગ્રીના એન્ગલ પર રાખતા 2000 દેખાશે.

- દેવનાગરીમાં 2000 લખેલું દેખાશે.

- નોટની કેન્દ્રમાં મહાત્મા ગાંધીની તસ્વીર છે.

- નાના-નાના અક્ષરોમાં આરબીઆઈ અંગ્રેજી અને 2000 લખેલું છે.

- નોટના સિક્યોરીટી થ્રેડ પર ભારત, આરબીઆઈ અંગ્રેજીમાં અને 2000 લખેલું છે.

- નોટને સામાન્ય વાળતા તેના થ્રેડનો રંગ લીલો થઈ જાય છે.

- ગેરેન્ટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, પ્રોમિસ ક્લોઝ અને આરબીઆઈનો લોગો નોટની જમણી બાજુએ છે.

- મહાત્મા ગાંધીની તસ્વીર અને ઈલેક્ટ્રોટાઈપ(2000)વોટરમાર્ક છે.

- ઉપરથી ડાબી બાજુએ અને નીચે જમણી બાજુએ લખેલ નંબર જમણી અને ડાબી તરફ ધીમે ધીમે મોટા થતા જાય છે.

- નોટની જમણી તરફ અશોક સ્તંભ બનેલ છે.

500ની નોટ અસલી છે કે નકલી તે આમ તપાસો

500ની નોટ અસલી છે કે નકલી તે આમ તપાસો

- નોટને પ્રકાશની સામે રાખતા 500 રૂપિયા લખેલ દેખાશે.

- આંખની સામે 45 ડિગ્રીના એન્ગલ પર રાખતા 500 દેખાશે.

- દેવનાગરીમાં 500 લખેલું દેખાશે.

- જૂની નોટની તુલનાએ મહાત્મા ગાંધીની તસ્વીરની પોઝીશનમાં સામાન્ય ફરક છે.

- જૂની નોટની સરખામણીએ ગેરેન્ટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, પ્રોમિસ ક્લોઝ અને આરબીઆઈનો લોગો નોટની જમણી બાજુએ છે.

- મહાત્મા ગાંધીની તસ્વીર અને ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક છે.

- ઉપરથી ડાબી બાજુએ અને નીચે જમણી બાજુએ લખેલ નંબર જમણી અને ડાબી તરફ ધીમે ધીમે મોટા થતા જાય છે.

- નોટ પર લખેલ 500નો રંગ બદલાય છે, તે લીલોથી વાદળી થતો જાય છે.

બેંકિંગ સેક્ટર માટે અરુણ જેટલીના આ બ્લૂપ્રિંટ સાથે આગળ વધી મોદી સરકાર

English summary
Fake notes of 500 rupees and 2000 rupees coming from pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more