For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનો પગાર ઓછો

21 મી સદીની મહિલાઓ વિશે કહેવામાં આવે છે કે તેઓ પુરુષોથી કોઈ પણ બાબતમાં ઓછી નથી. આજે તે પુરુષોની સરખામણીમાં ચાલી રહી છે અને દરેક ક્ષેત્રમાં તે પોતાની જાતને બેહતર પણ સાબિત કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

21 મી સદીની મહિલાઓ વિશે કહેવામાં આવે છે કે તેઓ પુરુષોથી કોઈ પણ બાબતમાં ઓછી નથી. આજે તે પુરુષોની સરખામણીમાં ચાલી રહી છે અને દરેક ક્ષેત્રમાં તે પોતાની જાતને બેહતર પણ સાબિત કરી રહી છે. પરંતુ તાજેતરના એક નવા સર્વેક્ષણની રિપોર્ટ આવી છે જે કંઇક બીજું કહી રહી છે. રિપોર્ટ મુજબ, ભારતમાં મહિલાઓ પુરુષો કરતા 19 ટકા ઓછો પગાર મળે છે.

દેશમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે પગારના કિસ્સામાં ભેદભાવ હજી પણ ચાલુ છે. તાજેતરના એક સર્વેક્ષણ મુજબ, દેશમાં મહિલાઓને પુરૂષો કરતાં 19 ટકા ઓછો પગાર મળે છે. લેટેસ્ટ મૉનસ્ટર સેલરી ઈન્ડેક્સ (MSI) અનુસાર, દેશમાં જેન્ડર પે ગેપ એટલે કે પુરૂષોની તુલનામાં મહિલાઓને 19 ટકા ઓછું વેતન મળે એટલે કે પુરુષને મહિલાઓની તુલનામાં દર કલાકે 46 રૂપિયા 19 પૈસા વધુ મળે છે.

આ પણ જુઓ: IT સેક્ટરમાં 'વર્ક ફ્રોમ હોમ'ને પ્રોત્સાહન આપશે કેન્દ્ર સરકાર, તૈયાર થઈ રહી છે યોજના

મહિલાઓને 26 ટકા ઓછું વેતન

મહિલાઓને 26 ટકા ઓછું વેતન

2018 માં, દેશમાં પુરુષોનું સરેરાશ વેતન 242.49 રૂપિયા પ્રતિ કલાક હતું, જ્યારે મહિલાઓને ફક્ત 196.3 રૂપિયા પ્રતિ કલાક મળી રહ્યા છે. સર્વે અનુસાર, ઘણી મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીમાં સેલરી બાબતમાં આ ભેદભાવ ખૂબ વધુ છે. IT/ITES સર્વિસીસમાં મહિલાઓને પુરુષો કરતા 26 ટકા ઓછો પગાર મળે છે, જ્યારે મેન્યુફેકચરિંગ સેક્ટરમાં મહિલાઓને 24 ટકા ઓછો પગાર મળે છે.

આ ક્ષેત્રોમાં પણ મહિલાઓનું વેતન ઓછું

આ ક્ષેત્રોમાં પણ મહિલાઓનું વેતન ઓછું

આશ્ચર્યજનક વાત એ છે કે, સર્વે અનુસાર હેલ્થકેર, સંભાળ સેવાઓ અને સામાજિક કાર્ય જેવા ક્ષેત્રોમાં પણ પુરુષોને મહિલાઓ કરતા 21 ટકા વધુ વેતન મળે છે. જણાવી દઈએ કે આ ક્ષેત્રોમાં સામાન્ય રીતે મહિલાઓને દબાયેલી માનવામાં આવે છે.

બેન્કિંગ અને વીમા ક્ષેત્રમાં પુરુષો ફક્ત 2 ટકા આગળ

બેન્કિંગ અને વીમા ક્ષેત્રમાં પુરુષો ફક્ત 2 ટકા આગળ

આ સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે બેન્કિંગ અને વીમા જેવી નાણાંકીય સર્વિસીઝ ક્ષેત્રમાં પુરુષો મહિલાઓની તુલનામાં ફક્ત બે ટકા વધુ કમાણી કરી રહ્યા છે. 10 વર્ષનો અનુભવ સાથે પગારમાં ભેદભાવનો આ તફાવત સૌથી વધુ થઇ જાય છે. 10 વર્ષનો અનુભવ ધરાવતા પુરુષો, આ જ અનુભવ ધરાવતી મહિલાઓ કરતાં 15 ટકા વધુ કમાણી કરી રહ્યા છે.

2017 માં, પુરુષો અને મહિલાઓ વચ્ચે સેલેરી ભેદભાવનો આ તફાવત 20 ટકા હતો, જ્યારે 2018 માં આ તફાવતમાં 1 ટકાનો ઘટાડો થયો હતો.

કામને લઈને મહિલાઓ સાથે ભેદભાવ

કામને લઈને મહિલાઓ સાથે ભેદભાવ

MSI એક અભિયાન છે જે મોન્સ્ટર ઇન્ડિયા Paycheck.in અને આઈઆઈએમ-અમદાવાદ (રિસર્ચ પાર્ટનર) સાથે મળીને ચલાવી રહ્યા છે. દેશમાં કામકાજી મહિલાઓ અને વર્કપ્લેસની ચિંતાને સમજવા માટે મોન્સ્ટરડોટકોમએ વુમન ઓફ ઇન્ડિયા ઇન્ક્વાયરી સર્વેક્ષણ પણ કર્યું છે. સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે આશરે 71 ટકા પુરુષો અને 66 ટકા મહિલાઓએ અનુભવ્યું છે કે તેમની સંસ્થાઓ માટે લિંગ સમાનતા એ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તો આશરે 60 ટકા મહિલાઓ માને છે કે વર્કપ્લેસ પર તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.

English summary
Female Get 19Percent Less Salary Than Their Male Counterpart
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X