For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FM Nirmala Sitharaman Live: દેશની અર્થવ્યવસ્થા પર નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ શરૂ

FM Nirmala Sitharaman Live: દેશની અર્થવ્યવસ્થા પર નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ શરૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યાં છે. કોરોના કાળમાં દેશના અર્થતંત્રને જબરો ધક્કો લાગ્યો છે અને અર્થતંત્રને ફરી ઉભું કરવાના પ્રયાસો અંતર્ગત આજે સ્ટ્રેસ્ડ સેક્ટર માટે કેટલીક જાહેરાતો કરી શકે છે. મળતી માહિતી મુજબ ડિમાંડ અને રોજગાર વધારવાના ઉદ્દેશ્ય સાથે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન, હોસ્પિટાલિટી અને એવિએશન સેક્ટર માટે 3 લાખ કરોડનું વધારાનું પેકેજ જાહેર કરી શકે છે. બુધવારે આવાં 10 સેક્ટર માટે 1.45 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સની લાઈવ અપડેટ મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

nirmala sitharaman

Gold Rate on Dhanteras 2020: ધનતેરસ પર સોનાનો રેટ શું રહેશે, જાણોGold Rate on Dhanteras 2020: ધનતેરસ પર સોનાનો રેટ શું રહેશે, જાણો

Newest First Oldest First
2:48 PM, 12 Nov

જૈવ પ્રોદ્યોગિકી વિભાગને ભારતીય કોરોના વેક્સીનના અનુસંધાન અને વિકાસ માટે કરોડોનુ ફંડિંગ.
2:47 PM, 12 Nov

પૂંજી અને ઔદ્યોગિક ખર્ચ માટે 10,200 કરોડ રૂપિયાનુ વદુ બજેટ આપવામાં આવશેઃ અનુરાગ ઠાકુર
2:43 PM, 12 Nov

ગ્રામીણ રોજગારને પ્રોત્સાહન આપવા માટે ચાલુ નાણાકીય વર્ષમા પીએમ ગરીબ કલ્યાણ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા વધુ આપવામા આવશેઃ સીતારમણ
2:19 PM, 12 Nov

નવી નોકરીઓ પર કેન્દ્ર સરકારનો જબરો ફેસલો. જે અંતર્ગત મોદી સરકાર બે વર્ષ સુધી પીપીએફનું અંશદાન કરશે.
2:09 PM, 12 Nov

આ વધારાના બજેટથી 18 લાખ મકાન પૂરાં થઈ ગયાં છે.
2:08 PM, 12 Nov

બજેટના અનુમાન ઉપર 18000 કરોડ રૂપિયા પ્રદાન કરવામાં આવશે, જેનો ઉલ્લેખ બજેટ 2020-21 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરવામાં આવ્યો હતો, વિશેષ રૂપે શહેરી ક્ષેત્રો માટેઃ નિર્મલા સીતારમણ
2:08 PM, 12 Nov

ઘરે વિનિર્માણની પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે 10 નવા ચેમ્પિયન ક્ષેત્રોને હવે ઉત્પાદન લિંક્ડ પ્રોત્સાહન યોજના અંતર્ગત કવર કરવામા આવશે જે આર્થિક વિકાસ અને ઘરેલૂ રોજગારને એક મહત્વપૂર્ણ પુશ આપે તેવી ઉમ્મીદ છેઃ સીતારમણ
2:07 PM, 12 Nov

કોવિડ 19ના કારણે અમે હેલ્થકેર સેક્ટર અને 26 સેક્ટરો માટે ક્રેડિટ ગેરેન્ટી સહાયતા યોજના શરૂ કરી રહ્યા ચીએ. સંસ્થાને બાકી ઋણના 20 ટકા સુધી વધારાનું ઋણ મળશે, પાંચ વર્ષમા ચૂકવણી કરી શકાય છેઃ નિર્મલા સીતારમણ
1:52 PM, 12 Nov

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અંતર્ગત જો જરૂરી સંખ્યાના નવા કર્મચારીઓની ભરતી 1 ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 સુધી કરવામા આવે છે તો આગામી બે વર્ષ માટે પ્રતિષ્ઠાનોને કવર કરી લેવામાં આવશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
1:50 PM, 12 Nov

હાલની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી યોજનાને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે.
1:49 PM, 12 Nov

આજ સુધી લગભગ 8300 કરોડ રૂપિયા લાભાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા છે. લગભગ 1,52,899 પ્રતિષ્ઠાન છે જે પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત 1,21,069 લાભાર્થીઓને કવર કરી રહ્યા છેઃ સીતારમણ
1:48 PM, 12 Nov

વડાપ્રધાન રોજગાર યોજના 31.03.2019 સુધી લાગી કરાઈ હતી. જેણે તમામ ક્ષેત્રોને કવર કર્યા હતા અને 3 વર્ષ સુધી ચાલવાની ઉમ્મીદ છે, માટે જો કોઈ 31.03.2019ના રોજ આ યોજનામાં સામેલ થઈ ગયું તો તેઓ ત્યારની યોજના અંતર્ગત ત્રણ વર્ષ સુધી કવર કરવામાં આવશેઃ નિર્મલા સીતારમણ
1:40 PM, 12 Nov

મોદી સરકારે આત્મનિર્ભર ભારત 3.0નું એલાન કરી દીધું છે, જેના માટે નાણામંત્રી ઘોષણાઓ કરી રહ્યા છે.
1:40 PM, 12 Nov

1,32,800 કરોડ રૂપિયા 39.7 લાખ કરદાતાઓ માટે આવકવેરા રિફંડના રૂપમાં ચાલ્યા ગયા છે.
1:40 PM, 12 Nov

12 ઓક્ટોબરે ગોષિત તહેવાર અગ્રિમ યોજના અંતર્ગત એસબીઆઈ ઉત્સવ કાર્ડ વિતરિત કરવામાં આવી રહ્યાં છે. 11 રાજ્યોએ પૂંજીગત વ્યય માટે વ્યાજ મુક્ત ઋણના રૂપમાં 3621 કરોડ રૂપિયા મંજૂર કર્યાઃ નાણામંત્રી
1:38 PM, 12 Nov

કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી 2.5 કરોડ કેડૂતોને ઋણમાં છૂટ આપવામાં આવી, 1.4 લાખ કરોડ રૂપિયા ખેડૂતોમાં વહેંચવામાં આવ્યાઃ.
1:37 PM, 12 Nov

ઈમરજન્સી ક્રેડિટ લિક્વિડિટી ગેરન્ટી યોજના અંતર્ગત 61 લાખ ઉધાર લેનારાઓને કુલ 2.05 લાખ કરોડ રૂપિયાની રાશિની મંજૂરી આપવામાં આવી છે. જેમાં 1.52 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યુંઃ નાણા મંત્રી
1:26 PM, 12 Nov

નાણામંત્રી મુજબ આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉઠાવવામાં આવેલાં પગલાંથી મજૂરોને ઘણો ફાયદો થયો છે. આવા પ્રકારે સરકારે કેડૂતો માટે પગલાં ઉઠાવ્યાં હતાં અને પરિણામ સારાં આવ્યાં.
1:25 PM, 12 Nov

68.8 કરોડ લાભાર્થીઓને કવર કરતા 28 રાજ્યોમાં વન નેશન વન રાશન કાર્ડ પર બહુ સારી પ્રગતિ છેઃ નિર્મલા સીતારમણ
1:25 PM, 12 Nov

એફપીઆઈનું નેટ રોકાણ પણ સકારાત્મક રહ્યું. વિદેશી મુદ્રા ભંડાર પણ 560 અબજ ડૉલરના રેકોર્ડ પર પહોંચી ગયું છે.
1:18 PM, 12 Nov

સીતારમણે કહ્યું કે ઈકોનોમીમાં રિકવરીના સંકેત મળી રહ્યા છે, ઑક્ટોબરમાં જીએસટી વસૂલી 10 ટકા વધી છે, સાથે જ એપ્રિલ- ઓગસ્ટ એફડીઆઈ રોકાણ 13 ટકા વધીને 3537 કરોડ ડૉલર રહ્યું.
1:15 PM, 12 Nov

શેર બજારમાં પણ સતત તેજી નોંધાઈ છેઃ નાણામંત્રી
1:15 PM, 12 Nov

દેશનો મૂડ અને મૂડીઝનું રેટિંગ જણાવે છે કે ભારતમાં હવે હાલાત સુધરી રહ્યા ચે. આરબીઆઈએ પણ સ્થિતિ સુધારવાની ઉમ્મીદ જતાવી છેઃ નાણામંત્રી
1:08 PM, 12 Nov

નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં વિદેશી મુદ્રા ભંડાર ઉચ્ચતમ સ્તર પર છે.
1:05 PM, 12 Nov

દેશની અર્થવ્યવસ્થા પર નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ શરૂ
12:27 PM, 12 Nov

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ચિંતાજનક રિપોર્ટ આપ્યો છે, જે મુજબ 2020-21ના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ગિરાવટ રહેશે. જેના કારણે ભારતમાં આર્થિક મંદીનો ખતરો બનેલો છે.
12:26 PM, 12 Nov

અગાઉ મે મહિનામાં મોદી સરકારે 20 લાખ કરોડના રાહત પેકેજનું એલાન કર્યું હતું.
11:22 AM, 12 Nov

ડિમાન્ડ અને રોજગાર વધે તે ઉદ્દેશ્ય સાથે આ પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક નવી જાહેરાતો થઈ શકે તેવી ઉમ્મીદ છે.
11:22 AM, 12 Nov

નાણામંત્રી નિર્મલા સીતારમણની આ પ્રેસ કોન્ફરન્સથી દેશના દરેક નાગરિકને ઘણી ઉમ્મીદો છે.
11:21 AM, 12 Nov

ટૂરિઝ્મ, હોસ્પિટાલિટી અને એવિએશન જેવા સૌથી વધુ અસરગ્રસ્ત સેક્ટરોમાં રાહત માટે પેકેજની ઘોષણા કરવામાં આવે તેવી ઉમ્મીદ છે.
READ MORE

English summary
Finance Minister Nirmala Sitharaman addressing press conferenfe live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X