For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવી પીએમ મોદીની આ પાંચ મોટી ઉપલબ્ધિઓ

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે મોદી સરકારની 5 મોટી સફળતાઓ ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

Budget 2023: ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે મોદી સરકારની 5 મોટી સફળતાઓ ગણાવી છે. તેમણે કહ્યુ છે કે સહુનો સાથ સહુનો વિકાસ નીતિના કારણે સરકારે જનભાગીદારી સુનિશ્ચિત કરી છે. દુનિયામાં ભારતનુ કદ વધ્યુ છે. યુપીઆઈ અને કોવિડ રસીકરણના કારણે આ મુકામ હાંસલ થયુ છે. કોવિડ દરમિયાન સરકારે 28 મહિના માટે કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે એ માટે મફત ખાદ્યાન્ન સુનિશ્ચિત કરી છે.

Nirmala Sitharaman

પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ આગલા એક વર્ષ માટે આ યોજનાને સરકારે લંબાવી છે. જેમાં 2 લાખ કરોડનો ખર્ચ છે. જેનુ વહન કેન્દ્ર સરકાર કરશે. 2023-24ના બજેટ પહેલા સરકારે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ છે. આર્થિક સર્વેક્ષણના રિપોર્ટ મુજબ ભારતની અર્થવ્યવસ્થા 2023-24માં 6.5 ટકાના દરથી વધશે. વળી, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 7 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2021-21માં 8.7 ટકા રહ્યો હતો.

ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે. ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂતી બનેલી છે. પીપીપી મામલે ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વળી, વિનિમય દર મામલે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

English summary
Finance Minister Nirmala Sitharaman told these five major achievements of PM Modi in Parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X