20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ લઈ આજે 4 વાગ્ય આવશે નાણામંત્રી
20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ લઈ આજે 4 વાગ્ય આવશે નાણામંત્રી
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસના કારણે લૉકડાઉન સહન કરી રહેલ દેની આ્થિક હાલાત સુધારવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનું એલાન કર્યું છે. આની સાથે જ આર્થિક પેકેજને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ કરશે. તેઓ આ પેકેજ વિશે વિસ્તારથી જણાવશે.
મંગળવારે રાતે 8 વાગ્યે દેશને નામ સંબોધન આપતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે આ પેકેજનો ઉપયોગ દેશના દરેક વર્ગ ખેડૂત, મજૂર, લઘુ ઉદ્યોગો અને કામદારોની મદદ માટે કરવામાં આવશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે દેશી આર્થિક ગતિવિધિઓને વધુ રોકી ના શકાય. હવે આપણે બે મીટરની દૂરી અને દેશની તમામ દિશા-નિર્દેશોનું પાલન કરતા આગળ વધવાનું સીખવું પડશે.
તેમણે કહ્યું કે કોરોના વાયરસ સાથેની જંગ હજી લાંબી ચાલનારી છે. હાલ પીએમ મોદીના 20 લાખ કરોડના પેકેજનું એલાન બાદ લોકોના મનમાં ચાર સવાલ છે જેને તેઓ જાણવા માંગે છે.

તમારા ભાગમાં કેટલાક
જો ભારતની વસ્તી 133 કરોડ (1,33,00,00, 000) માનવામાં આવે તો આ હિસાબે હરેક વ્યક્તિના ખાતામાં 15,037.60 રૂપિયા આવશે. જો વસ્તી 130 કરોડ માનવામાં આવે તો આ હિસાબે હરેક નાગરિકના ખાતામાં 15384 રૂપિયા આવે. જો કે આ આર્થિક સહાય પ્રત્યેક વ્યક્તિના હિસાબે વહેંચવામાં નહિ આવે, આવું કોઈ પ્રાવધાન નથી.

દેશની કુલ જીડીપીના કેટલા ટકા
પીએમ મોદીએ કોરોના વાયરસ મહામારીને કારણએ લથડીયાં ખાઈ રહેલ અર્થવ્યવસ્થાને ફરીથી મજબૂતી આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી તે દુનિયામાં વિવિધ દેશો દ્વારા અત્યાર સુધી ઘોષિત મોટા આર્થિક પેકેજમાંથી એક છે. પીએમ મોદીએ જણાવ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ દેશની જીડીપીના 10 ટકા બરાબર હશે.

શું હોય છે જીડીપી
કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમતને GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) કહેવામાં આવે છે. જીડીપીમાં ખાનગી અને સાર્વજનિક વપરાશ, રોકાણ, સરકારી ખર્ચ, ખાનગી શોધ, ચુકવણી-ઉત્પાદન ખર્ચ અને વેપારના વિદેશી સંતુલન સામેલ છે. એક રીતે જીડીપી આર્થિક સ્વાસ્થ્યની સ્થિતિ જાણવાનું માપદંડ હોય છે.












Click it and Unblock the Notifications
