For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં થયેલ છટણી અને સેલેરી કાપ પર નાણા મંત્રાલયની નજર, આપ્યા ડેટા મેળવવાના નિર્દેશ

નાણા મંત્રાલયે લૉકડાઉન દરમિયાન ગયેલી નોકરીઓ અને સેલેરી કાપનો ડેટા ભેગો કરવાના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા હલી ગઈ છે. આર્થિક ગતિવિધિઓ અટકી પડવાના કારણે લોકો પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ઘણા લોકોની નોકરીઓ જતી રહી તો લાખો લોકોની સેલેરીમાં કાપ કરવામાં આવ્યો છે. કંપનીઓ દ્વારા નોકરીમાં છટણી અને સેલેરીમાં કાપ પર સરકારની નજર છે. નાણા મંત્રાલય આના માટે ગંભીર છે અને આના પર નજર રાખી રહ્યુ છે. નાણા મંત્રાલયે લૉકડાઉન દરમિયાન ગયેલી નોકરીઓ અને સેલેરી કાપનો ડેટા ભેગો કરવાના નિર્દેશ આપ્યા છે.

nirmala sitaraman

નાણા મંત્રાલય તરફથી શ્રમ મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યા છે કે લૉકડાઉન દરમિયાન નોકરીઓમાં કરવામાં આવેલી છટણી અને સેલેરી કાપ સંબંધિત ડેટા તૈયાર કરો. વળી, નાણા મંત્રાલયના સૂત્રો મુજબ એફપીઆઈ દ્વારા ચીનને પ્રતિબંધિત કરવા પર કોઈ રોક નથી. નાણા મંત્રાલયે બેંકો દ્વારા લોન વિશ પણ માહિતી આપી. નાણા મંત્રાલયની નજર સાર્વજનિક ક્ષેત્રની બેંકો દ્વારા લોનની મંજૂરી અને લોનના વિતરણ વચ્ચે અંતર પર પણ છે. વાસ્તવમાં નાણા મંત્રાલયનુ માનવુ છે કે સાર્વજનિક બેંકો દ્વારા સ્વીકૃત લોનોનુ વિતરણ નથી થઈ રહ્યુ. નાણા મંત્રાલય આ અંતરને ઉકેલવાના ઉપાયો પર કામ કરી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ફેલાતા સંક્રમણના કારણે દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. 23 માર્ચથી લૉકડાઉન અત્યાર સુધી ચાલુ છે. લૉકડાઉનના કારણે મોટી મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓની છટણી કરી છે જેવી કે સ્વીગી, ઝોમેટો, ઓલા, એરલાઈન્સ જેવી મોટી મોટી કંપનીઓએ મોટાપાયે છટણી કરી છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનૉમીના એક અનુમાન મુજબ દેશમાં 12.2 કોરડ લોકોને ગયા મહિને પોતાની નોકરી ગુમાવવી પડી છે. વળી, વર્લ્ડ બેંકના આંકડાઓ મુજબ ભારતમાં 1.2 કરોડ લોકો ગરીબીમાંથી બહુ જલ્દી અતિ ગરીબની સીમામાં જતા રહ્યા છે. વળી, દુનિયાભરમાં 4.9 કરોડ ખૂબ જ ગરીબની સીમામાં પહોંચી ગયા છે.

ગુજરાતના 100થી વધુ ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સંક્રમિત ભાજપ ધારાસભ્ય ખાનગી હોસ્પિટલમાં ભરતીગુજરાતના 100થી વધુ ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સંક્રમિત ભાજપ ધારાસભ્ય ખાનગી હોસ્પિટલમાં ભરતી

English summary
Finance Ministry has asked the Labour Ministry to collect data on job losses and salary cutsduring COVID19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X