For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Amnesty Scheme જેવું કંઈ નથી, સરકારે કર્યો ખુલાસો

Gold Amnesty Scheme જેવું કંઈ નથી, સરકારે કર્યો ખુલાસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવોસથી મીડિયામાં એવા અહેવાલ આવી રહ્યા હતા કે કાળાધન પર લગામ લગાવવા માટે સરકારે પગલાં ઉઠાવવાની તૈયારી કરી છે. એવામાં કેહવાઈ રહ્યું હતું કે સરકાર સોનું ખરીદવા માટે ખાસ સ્કીમ લાવી શકે છે જે એમનેસ્ટી સ્કીમ જેવી હશે. જ્યારે અહેવાલો આવ્યા બાદ રાજનૈતિક નિવેદનબાજી તેજ થઈ ગઈ, જેને પગલે સરકારે સ્પષ્ટતા કરવી પડી. સરકારે આ મીડિયા રિપોર્ટ્સને ફગાવતા કહ્યું કે તેઓ કોઈ ગોલ્ડ એમનેસ્ટી સ્કીમ લાવવાની તૈયારી નથી કરી રહી.

અહેવાલ ફગાવ્યા

અહેવાલ ફગાવ્યા

નાણા મંત્રાલયના સૂત્રોના હવાલેથી ન્યૂજ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ન્યૂજમાં બતાવવામાં આવી રહ્યું છે તેવી કોઈ સ્કીમ નથી. સાથે જ કહ્યું કે બજેટ પ્રક્રિયા ચાલુ હોવાથી સામાન્ય રીતે આવા પ્રકારની અટકળો તો આવતી જ રહે છે. અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ સ્કીમ અંતર્ગત એક નક્કી માત્રાથી વધુ સોનું રિસિપ્ટ વગર ખરીદ્યું હોવાની જાણકારી આપવી પડશે અને સરકારને ગોલ્ડની કિંમત પણ જણાવવી પડશે.

એમનેસ્ટી સ્કીમની જેમ ખાસ સ્કીમ લાવવાની વાત કહેવાઈ રહી હતી

મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું હતું કે આ એમનેસ્ટી સ્કીમ અંતર્ગત ગોલ્ડની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશન સેન્ટ્રથી સર્ટિફિકેટ લેવું પડશે. રિસિપ્ટ વિનાના જેટલા સોનાનો ખુલાસો કરશે તેના પર નક્કી માત્રામાં ટેક્સ ચૂકવવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય સીમા માટે જ ખોલવામાં આવશે. સ્કીમ ખતમ થયા બાદ નક્કી માત્રાથી વધુ ગોલ્ડ મળવા પર ભારે દંડ ચૂકવવો પડશે. મંદિર અને ટ્રસ્ટ પાસે પડેલ ગોલ્ડનો પણ પ્રોડક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવાનું ખાસ એલાન થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સથી હંગમો મચ્યો હતો

મીડિયા રિપોર્ટ્સથી હંગમો મચ્યો હતો

સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે નાણા મંત્રાલયના ઈકૉનૉમિક અફેર્સ વિભાગ અને રાજસ્વ વિભાગે મળીને આ સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જે બાદ તેને પાસ કરાવવા માટે કેબિનેટ પાસે મોકલવામાં આવ્યું. રિપોર્ટ્સમાં એવી ઉમ્મીદ જતાવાઈ રહી હતી કે બહુ જલદી જ કેબિનેટથી આ ડ્રાફ્ટને મંજૂરી મળી જશે. એમ પણ કહેવાયું હતું કે ઓક્ટોબરના શરૂઆતી અઠવાડિયાથી જ ડ્રાફ્ટ પર કેબિનેટમાં ચર્ચા થવાની હતી પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીને પગલે આ ચર્ચા ટાળી મૂકવામાં આવી હતી. પરંતુ સરકારે હાલ આ તમામ અહેવાલો ફગાવી દીધા છે.

ક્રિકેટમાં વપરાતી રેડ અને પિંક બોલમાં શું ફરક છે? જાણોક્રિકેટમાં વપરાતી રેડ અને પિંક બોલમાં શું ફરક છે? જાણો

English summary
finance ministry source denied, there ain't anything like gold amnesty scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X