For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદો! ટેક્સપેયર્સને મળશે રાહત, છૂટમાં થશે વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જૂન: ફાઇનાન્સિયલ માર્કેટ રેગ્યુલેટર્સે ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાથે વાતચીતમાં સેવિંગ્સમાં વધારો કરવાના પગલા પર બળ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે સરકારને ઇંડિવિજ્યુઅલ્સ અને હિન્દુ અનડિવાઇડેડ મેમિલીઝ માટે ઇનકમ ટેક્સની ધારા 80 સી હેઠળ એક લાખ રૂપિયાના ઇનવેસ્ટમેન્ટ લિમિટને વધારવાનું સૂચન કર્યું છે.

આ ટેક્સ સેવિંગ પ્રોવિઝન અંતર્ગત પગલા ભરીને ટેક્સપેયર પોતાની ટેક્સેબલ ઇનકમમાં વધારેમાં વધારે એક લાક રૂપિયાનો ઘટાડો કરી શકે છે. આરબીઆઇ અને અન્ય રેગ્યુલેટર્સ અનુસાર, 80 સી અંતર્ગત ઇનવેસ્ટમેન્ટ લિમિટ વધારવાના પગલાથી સેવિંગ્સમાં આવી રહેલી પડતીને રોકવામામ મદદ મળશે. હાલના દિવસોમાં દેશમાં બચતના નીચે જઇ રહેલા લેવલને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ મામલો શનિવારે ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉંસિલની બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં જેટલીએ તમામ ફાઇનાન્સિયલ સર્વિસિઝ અને માર્કેટ રેગ્યુલેટર્સના પ્રમુખોની સાથે વાતચીત કરી હતી.

વધતી મોઘવારી, કંપનીઓના ઘટતા પ્રોફિટ અને હાઉસહોલ્ડ સેવર્સના ગોલ્ડ તરફી વલણના પગલે દેશમાં સેવિંગ્સનું લેવલ છેલ્લા નવ વર્ષોના નિચલા સ્તરે આવી ગયું છે. ઇકોનોમીમાં સેવિંગ્સ રેટ 2012-13 દરમિયાન જીડીપીના 30.1 પર્સેન્ટ પર આવી ગયું, જે 2008માં 38 પર્સેન્ટેજ હતું.

tax
સેવિંગ્સના મામલામાં હાઉસહોલ્ડ્સ સૌથી મોટો સોર્સ છે, માટે એ વાતની જરૂરીયાત પર ભાર આપવામાં આવી રહ્યું છે કે 80સી અંતર્ગત ડિડક્શન લિમિટ વધારવી જોઇએ. ઊંચી મોંઘવારી અને ઘટતી સેવિંગ્સના દૌરમાં 1 લાખ રૂપિયાની સીલિંગ તો છે જ , નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, એમ્પ્લોયઝ પ્રોવિડેન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, હોમ લોનના મૂળ ધનનું રીપેમેન્ટ, લાઇફ ઇંશ્યોરેંસ પ્રીમિયમ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ જેવા ઘણા ઇંસ્ટ્રૂમેંટ્સ ટેક્સ સેવિંગ પ્રોડક્ટ્સના રૂપમાં ઇનવેસ્ટર્સને પોતાની તરફ ખેંચવાની હોડમાં રહે છે.

માનવામાં આવી રહ્યું છે કે ઇક્વિટી લિંક્ડ પ્રોડક્ટ્સ દ્વારા શેરોમાં રિટેલ ઇનવેસ્ટમેન્ટમાં વધારો કરવાના પગલા પણ ભરી શકે છે. તેમાં એ વાત પર ધ્યાન રહેશે કે 2012-13 બજેટમાં પહેલીવાર રોકાણ કરનારા રિટેલ ઇનવેસ્ટર્સ માટે લોન્ચ કરવામાં આવેલી રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ આશાઓ પર ખરી નથી ઉતરી રહી.

ઇક્વિટીમાં રિટેલ સેવિંગ્સને લાવવાની પ્રોસેસ ધીમી અને સતત પ્રયાસનો ભાગ હોઇ શકે છે, પરંતુ ફિલહાલ એજન્ડા એવો છે કે હાઉસહોલ્ડ્સની ફાઇનાન્સિયલ સેવિંગ્સનો ફ્લો બરાબર કરવામાં આવે.

English summary
Financial market watchdogs ask FM Arun Jaitley to raise 80C deduction limit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X