Flipkart Layoff : નવી ટેક્નોલોજીને કારણે 200 લોકોએ ગુમાવી નોકરી, હજૂ પણ થઇ શકે છે છટણી
Flipkart Layoff: ફ્લિપકારટના કો-ફાઇન્ડર સચિન બંસલની કંપની નવી ટેક્નોલોજીને કારણે લગભગ 200 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જેમાં કંપનીએ વિવિધ પ્રકારના કર્મચારીઓ સામેલ છે.
સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર કંપનીએ થોડા અઠવાડિયા પહેલા જ છટણી શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કંપની તરફથી વધુ કર્મચારીઓની છટણી કરવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, સચિન બંસલ નવી ટેક્નોલોજીના સીઇઓ છે. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, તમામ વિભાગોમાં લગભગ 200 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વિભાગમાંથી 60-70 ટકા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. અન્ય એક સુત્રોએ જણાવ્યું હતું કે, આ અઠવાડિય દરમિયાન વધુ છટણી થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
આવા સમયે નવી ટેક્નોલોજીએ છટણી સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી. નવી ટેક્નોલોજીસના પ્રસ્તાવિત IPO પેપર મુજબ, 31 ડિસેમ્બર, 2021 સુધીમાં કંપની પાસે 4,680 કર્મચારીઓ હતા. કંપની સૂચિત IPO દ્વારા રૂપિયા 3,350 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે અને તેના માટે બજાર નિયમનકાર સેબી પાસેથી મંજૂરી મેળવી છે.












Click it and Unblock the Notifications
