રૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી

દેશમાં એક તરફ જ્યાં રૂપિયો નબળો પડી રહ્યો છે તો બીજી તરફ તેલના ભાવો વધતા જઈ રહ્યા છે. ડૉલરના મુકાબલે નબળા પડી રહેલા રૂપિયા અંગે નાણાંમંત્રી અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપી છે.

દેશમાં એક તરફ જ્યાં રૂપિયો નબળો પડી રહ્યો છે તો બીજી તરફ તેલના ભાવો વધતા જઈ રહ્યા છે. ડૉલરના મુકાબલે નબળા પડી રહેલા રૂપિયા અંગે નાણાંમંત્રી અરુણ જેટલી કહ્યુ છે કે ડૉલર દુનિયાના દરેક દેશોની મુદ્રાની સરખામણી મજબૂત થયો છે. તેમણે કહ્યુ કે આપણો રૂપિયો નબળો નથી થયો પરંતુ ડૉલર મજબૂત થઈ ગયો છે.

arun jaitely

તેમણે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો પર સ્પષ્ટતા આપતા કહ્યુ કે વૈશ્વિક સ્તર પર વધતા તેલના ભાવોના કારણે દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે આનાથી ગભરાવવાની જરૂર નથી કારણકે તેલના ભાવોમાં વૈશ્વિક સ્તર મુજબ વધઘટ થાય છે. ટૂંક સમયમાં તેમાં ઘટાડો થશે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણાંમંત્રી જેટલીએ કહ્યુ કે ડૉલર દુનિયાના દરેક મુદ્રાથી મજબૂત થઈ રહ્યો છે. રૂપિયો નબળો નહિ પરંતુ સતત મજબૂત થયો છે. અન્ય દેશોની મુદ્રાઓની સરખામણીએ ગયા 4-5 વર્ષમાં રૂપિયો સારી સ્થિતિમાં છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ડૉલરમાં તેજી આવી રહી છે.

જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓ અંગે નાણાંમંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આ દુનિયાની સૌથી મોટી બેંકિંગ યોજના છે. તેમણે જનધન ખાતા અંગેના આંકડા રજૂ કર્યા. તેમણે બેંકિંગ સેક્ટરમાં મોદી સરકારના 4 વર્ષોના કામોનું વિવરણ આપતા કહ્યુ કે છેલ્લા 4 વર્ષો દરમિયાન સમગ્ર દુનિયામાં 51.5 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે જેમાંથી 32.41 કરોડ ખાતા એકલા ભારતમાં જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X