Forbes' Most Powerful Women 2023: ફૉર્બ્સની 100 મોસ્ટ પાવરફૂલ વુમની યાદી જાહેર, આ 4 ભારતીય મહિલાઓને મળ્યુ સ્થા
Forbes' World's Most Powerful Women 2023: ફૉર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની તેની વાર્ષિક યાદી જાહેર કરી છે, જેમાં ભારતની ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની સાથે બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉ, HCL ટેકના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ અને ગાયિકા ટેલર સ્વિફ્ટ પણ આ યાદીમાં સામેલ છે. ચાલો જાણીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સિવાય આ ત્રણ મહિલાઓ કોણ છે?

નિર્મલા સીતારમણ
ફોર્બ્સે નિર્મલા સીતારમણને 32મું સ્થાન આપ્યું છે. તેઓ મે 2019માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના નાણા પ્રધાન બન્યા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વડા પણ બન્યા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે યુકે એસોસિએશન ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયર્સ અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં ભૂમિકાઓ નિભાવી હતી. આ સિવાય તે રાષ્ટ્રીય મહિલા આયોગની સભ્ય પણ રહી ચુકી છે. આ યાદીમાં નિર્મલા સીતારમને સતત પાંચમી વખત સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે તે આ યાદીમાં 36મા ક્રમે હતા. એટલે કે આ વખતે તે 4 સ્થાન ઉપર છે. જ્યારે 2021માં તેને 37મું સ્થાન મળ્યું હતું.
રોશની નાદર મલ્હોત્રા
ફોર્બ્સે SCL CEO રોશની નાદર મલ્હોત્રાને 60મું સ્થાન આપ્યું છે. તે HCLના સ્થાપક અને ઉદ્યોગપતિ શિવ નાદરના પુત્રી છે. ફોર્બ્સે કહ્યું કે એચસીએલ ટેક્નોલોજીસના ચેરપર્સન તરીકે તે કંપનીના તમામ વ્યૂહાત્મક નિર્ણયો માટે જવાબદાર છે. તેમણે જુલાઈ 2020 માં તેના પિતા પછી આ પદ સંભાળ્યું હતું.
સોમા મંડલ
ફોર્બ્સ અનુસાર, સોમા મંડલ રાજ્યની માલિકીની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ)ની પ્રથમ મહિલા અધ્યક્ષ છે. 2021 માં ભૂમિકા સંભાળ્યા પછી, તેમણે નાણાકીય વૃદ્ધિ રેકોર્ડ કરવા માટે સ્ટીલ ઉત્પાદકનું નેતૃત્વ કર્યું છે. તમને જણાવી દઈએ કે તેમના નેતૃત્વના પ્રથમ વર્ષમાં જ કંપનીનો નફો ત્રણ ગણો વધી ગયો હતો. ફોર્બ્સે તેને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 70મું સ્થાન આપ્યું છે.
કિરણ મઝુમદાર શૉ
ફોર્બ્સે મઝુમદાર શૉને ભારતના સૌથી ધનિક સ્વ-નિર્મિત મહિલાઓમાં 76મું સ્થાન આપ્યું છે. તેમણે 1978માં બાયોફાર્માસ્યુટિકલ ફર્મ બાયોકોનની સ્થાપના કરી, જે મલેશિયાના જોહોર વિસ્તારમાં એશિયાની સૌથી મોટી ઇન્સ્યુલિન ફેક્ટરી ધરાવે છે.
ફોર્બ્સની ટોચની 3 શક્તિશાળી મહિલાઓમાં યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની વાર્ષિક યાદીમાં ટોચના સ્થાને છે. તેમના પછી યુરોપીયન સેન્ટ્રલ બેંકના બોસ ક્રિસ્ટીન લેગાર્ડ બીજા સ્થાને અને અમેરિકાના ઉપપ્રમુખ કમલ હેરિસ ત્રીજા સ્થાને છે.












Click it and Unblock the Notifications
