For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્તું સોનું ખરીદવાનો મોકો! સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમની ચોથી સિરીઝ આજથી શરૂ

સસ્તું સોનું ખરીદવાનો મોકો! સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમની ચોથી સિરીઝ આજથી શરૂ

|
Google Oneindia Gujarati News

સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે બજારથી સસ્તી કિંમતે સોનું ખરીદવાનો મોકો છે. સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમની ચોથી સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. સોવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ (Sovereign Gold Bond Scheme 2021-22)ની ચોથી સિરીઝમાં રોકાણ કરવા માટે તમારી પાસે ચાર દિવસ છે. ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે આ સ્કીમ આજથી એટલે કે 12 જુલાઈ 2021થી શરૂ થઈ 16 જુલાઈ 2021 સુધી રોકાણ માટે ખુલ્લી રહેશે. આ દરમિયાન રોકાણકારોને સસ્તા ભાવે સોનાના બોન્ડ ખરીદવાનો મોકો મળશે. ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ કરનારાઓને થોડી છૂટ પણ આપવામાં આવશે.

ઈશ્યૂ પ્રાઈસ શું છે

ઈશ્યૂ પ્રાઈસ શું છે

ગોલ્ડ બૉન્ડ સ્કીમ 2021-22 માટે ઈશ્યૂ પ્રાઈસ 4807 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. આરબીઆઈ મુજબ ગોલ્ડ બોન્ડની મૂલ્ય 4807 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. એટલે કે જો તમે 10 ગ્રામ સોનું ખરીદો છો તો તમે 48070 રૂપિયામાં ખરીદી શકશો. પરંતુ જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો તો પ્રતિ ગ્રામ તમને 50 રૂપિયાની છૂટ મળશે. રિઝર્વ બેંકે જણાવ્યું કે ભારત સરકારના પરામર્શથી તેઓ ઓનલાઈન અરજી અને ડિજિટલ રીતે ચૂકવણી કરનારાઓને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપશે.

રિઝર્વ બેંક મુજબ આવા રોકાણકારો માટે નિર્ગમ મૂલ્ય 4757 રૂપિયા પ્રતિ ગ્રામ સોનું હશે. એટલે કે આવા રોકાણકારો જો 10 ગ્રામ સોનું ખરીદી રહ્યા છે તો તેમને 500 રૂપિયાની છૂટ મળશે, 47570 રૂપિયાના રેટે તેઓ 10 ગ્રામ સોનું ખરીદી શકશે.

વ્યાજ કેટલું મળશે

વ્યાજ કેટલું મળશે

રોકાણકારો ગોલ્ડ બોન્ડને બહુ મહત્વ આપે છે કેમ કે તેમાં રોકાણકારોને ઘણા ફાયદા થતા હોય છે. પહેલો ફાયદો- તેઓ બજારથી સસ્તા ભાવે સોનું ખરીદે છે. બીજો ફાયદો- સોનાની બજાર કિંમતમાં વધારો થાય છે તો તેના રોકાણની કિંમત પણ વધી જાય છે અને સૌથી મોટી વાત તેના રોકાણ પર દર 6 મહિને વ્યાજ મળે છે. ગોલ્ડ બૉન્ડ સ્કીમ પર રોકામકારોને વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજ મળે છે.

રોકાણને લઈ જરૂરી વાત

રોકાણને લઈ જરૂરી વાત

ગોલ્ડ બોન્ડમાં કોઈપણ રોકાણકારે ઓછામાં ઓછા 1 ગ્રામ સોનામાં રોકાણ કરવું જ પડે છે. જાણી લો કે ગોલ્ડ બોન્ડ સ્કીમમાં તમારા રોકાણનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ સુધીનો હોય છે, પરંતુ તમે 5 વર્ષ બાદ તેને બંધ કરી શકો છો.

ક્યાંથી ખરીદવો બોન્ડ

ક્યાંથી ખરીદવો બોન્ડ

આ બૉન્ડને બેંકો (નાની ફાઈનાન્સ અને પેમેન્ટ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઑફિસ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ અને બીએસઈ જેવા માન્યતા પ્રાપ્ત શેર બજારોના માધ્યમથી વેચવામાં આવશે.

English summary
fourth series of government gold bond scheme starts from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X