Fuel Rates: દિલ્લીમાં પેટ્રોલની કિંમત 100ને પાર, જાણો તમારા શહેરના રેટ

ઈંધણ કંપનીઓએ આજે ફરીથી એક વાર સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. પેટ્રોલમાં 35 પૈસાનો તગડો વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે ફરીથી એક વાર સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. પેટ્રોલમાં 35 પૈસાનો તગડો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલમાં 17 પૈસા પ્રતિ લિટરનો વધારો કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહોતા જ્યારે સોમવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલના ભાવ સ્થિર હતા. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

37 દિવસમાં 9.89 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે પેટ્રોલ

37 દિવસમાં 9.89 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે પેટ્રોલ

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મે સુધી અત્યાર સુધી 37 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. હાલમાં 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે 4 મે બાદથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 9.89 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 8.74 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે તમારી ગાડી ભલે પેટ્રોલ પર ચાલતી હોય કે ડીઝલ પર, મોદી સરકાર ટેક્સ વસૂલી પર ચાલે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 100.21 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 106.25 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 101.06 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 100.23 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 103.56 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.06 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 102.40 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 108.52 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 97.33 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.53 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.09 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.06 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.50 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.89 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.99 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.30 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 89.16 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 89.92 રૂપિયા પ્રતિ લિટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X