For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fule Rates : શું આજે પણ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ?

22 માર્ચ બાદ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક વધારવામાં આવી રહ્યા હતા, તે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ રાહતની વાત એ છે કે, છેલ્લા 11 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી.

|
Google Oneindia Gujarati News

Fule Rates : 22 માર્ચ બાદ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક વધારવામાં આવી રહ્યા હતા, તે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ રાહતની વાત એ છે કે, છેલ્લા 11 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી.

તેલ કંપનીઓએ સતત 11મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. જોકે આ પછી પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે. નોંધનીય છે કે, 22 માર્ચથી 6 એપ્રીલની વચ્ચે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. આવા સમયે, 6 એપ્રીલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.

મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લીટર

દિલ્હીમાં પેટ્રોલની કિંમતની વાત કરીએ તો અહીં તે 105.41 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. આ સાથે મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયાપ્રતિ લીટર અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 115.12 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલની કિંમત 99.83 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાંપેટ્રોલની કિંમત 110.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 100.94 રૂપિયા પ્રતિ લીટર છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં પેટ્રોલની કિંમત 117.26 રૂપિયા પ્રતિ લીટર છે,જ્યારે ડીઝલની કિંમત 101.29 રૂપિયા પ્રતિ લીટર છે.

19 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 વખત વધારો

19 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 વખત વધારો

આ સાથે 22 માર્ચ બાદ, 19 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 વખત વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ કંપનીઓએ 22 માર્ચના રોજ પેટ્રોલના ભાવમાં 80પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો, ત્યારબાદ સતત 80, 80, 80.50, 30, 80, 80.80, 80, 80, 40, 80, 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.

આ દરમિયાન 7અને 8 એપ્રીલે ભાવમાં કોઈ વધારો થયો ન હતો. સતત વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયા સુધીનો વધારો થયો છે.

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

English summary
Fuel Rates : Are petrol and diesel price hike today?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X