Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયામાં છઠ્ઠી વાર કરાયો વધારો, જાણો તમારા શહેરના રેટ
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.
નવી દિલ્લીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતીય ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે(સોમવાર), 28 માર્ચે ફરીથી વધારી દીધા છે. છેલ્લા 7 દિવસમાં 6 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉતાર-ચડાવ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 22 માર્ચથી 28 માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલના રેટમાં 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 99.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 114.195 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 108.85 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 105.18 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 90.77 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 98.50 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 93.92 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 95.33 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
દેશભરમાં 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારબાદ 23 માર્ચે પણ બંને ઈંધણની કિંમતમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. વળી, 25, 26, 27 અને આજે 28 માર્ચે પણ ઈંધણ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.












Click it and Unblock the Notifications
