Fuel Rates: 'મહાનવમી' પર લાગ્યો જોરદાર ઝટકો, ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, ચેક કરો રેટ

'મહાનવમી' પર એક વાર ફરીથી સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. છેલ્લા બે દિવસની રાહત બાદ ગુરુવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે.

નવી દિલ્લીઃ 'મહાનવમી' પર એક વાર ફરીથી સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. છેલ્લા બે દિવસની રાહત બાદ ગુરુવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. પેટ્રોલમાં આજે 34થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વળી, ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે અને સતત થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને હેરાન કરી દીધા છે. તમને જણાવી દઈએ કે સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 101.91 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 104.79 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 110.75 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.10 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 105.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 108.44 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 109.00 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 108.28 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 101.81 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 111.91 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 101.16 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 93.52 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.40 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 97.93 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 96.63 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 102.04 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 99.26 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.29 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવઃ 93.93 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 93.96 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોના ઉછાળા બાદ 28 સપ્ટેમ્બરે પેટ્રોલ અને 24 સપ્ટેમ્બરે ડીઝલના ભાવ ત્રણ સપ્તાહ બાદ વધારવામાં આવ્યા હતા. જુલાઈ અને ઓગસ્ટ કિંમતોમાં ઘટાડા પહેલા 4 મેથી 17 જુલાઈ વચ્ચે પેટ્રોલની કિંમતોમાં 11.44 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન ડીઝલના દરમાં 9.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X