Fuel Rates: 22 દિવસ બાદ ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલના રેટમાં પણ લાગી આગ

મંગળવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને તગડો ઝટકો આપ્યો છે.

નવી દિલ્લીઃ મંગળવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને તગડો ઝટકો આપ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવોમાં આગ લાગી છે. આજે 22 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે અને ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવ 20થી 21 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 50 પૈસાથી 53 પૈસાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે સોમવારે ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવમાં વધારો થયો હતો. જ્યારે છેલ્લા સતત ત્રણ દિવસથી ડીઝલના ભાવ વધી રહ્યા હતા જ્યારે પેટ્રોલના ભાવ સ્થિર હતા. ઉલ્લેખનીય છે કે દેશના 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.39 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.47 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.15 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.87 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.87 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.25 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.90 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.35 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.48 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.21 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.17 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.67 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.53 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.90 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.80 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.45 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 90.06 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X