Fuel Rates: ધનતેરસ પર વધ્યા પેટ્રોલના ભાવ, દિલ્લીમાં કિંમત પહોંચી 110 રૂપિયાને પાર
હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. ધનતેરસ પર પણ સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે.
નવી દિલ્લીઃ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. ધનતેરસ પર પણ સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલના ભાવ વધ્યા છે. આજે પણ પેટ્રોલના ભાવોમાં 31થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ બેકાબુ બની ગયા છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 106.45 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 110.08 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 115.85 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 110.49 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.59 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 113.56 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 106.61 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 114.12 રૂપિયા પ્રતિ લિટર
ગુવાહાટી: 105.74 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 106.26 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 98.42 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.62 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 101.56 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.59 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 104.50 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 98.91 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 107.40 રૂપિયા પ્રતિ લિટર
ગુવાહાટીઃ 98.36 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.












Click it and Unblock the Notifications
