Fuel Rates: સતત ચોથા દિવસે ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના રેટ

આજે સતત ચોથા દિવસે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ત્યારબાદ ઈંધણની કિંમતો રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

નવી દિલ્લીઃ આજે સતત ચોથા દિવસે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ત્યારબાદ ઈંધણની કિંમતો રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આજે ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. કાલે ડીઝલના ભાવ 35થી 37 પૈસા જ્યારે પેટ્રોલના ભાવ 24થી 35 પૈસા વધ્યા છે. ગુરુવારે ડીઝલના ભાવમાં 33થી 37 પૈસા જ્યારે પેટ્રોલના ભાવમાં 30થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રવિવારે પણ પેટ્રોલના ભાવમાં 30થી 35 પૈસા અને ડીઝલના ભાવમાં 34થી 38 પૈસાનો વધારો થયો હતો. પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 105.72 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 108.99 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 114.81 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 109.46 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 105.74 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 112.79 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 105.90 રૂપિયા પ્રતિ લિટર
પટના: 113.07 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ : 110.94 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 105.40 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 97.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 105.86 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 100.84 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.92 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 103.72 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 98.19 રૂપિયા પ્રતિ લિટર
પટના: 104.64 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 106.60 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X