Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, ઘણા શહેરોમાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના રેટ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે પણ દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર છે. લગભગ આઠ મહિનાથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, અમુક શહેરોમાં ઈંધણના ભાવમાં ફેરફાર થયો છે. જો કે, નોઈડામાં પેટ્રોલ 5 પૈસા સસ્તુ અને ડીઝલ 6 પૈસા સસ્તુ થઈને 96.59 રૂપિયા અને 89.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે. આજે જયપુરમાં પેટ્રોલ 59 પૈસા અને ડીઝલ 53 પૈસા સસ્તુ 108.08 રૂપિયા અને 93.36 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યુ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પેટ્રોલ 10 પૈસા મોંઘુ અને ડીઝલ 10 પૈસા વધીને 96.57 રૂપિયા અને 89.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે. આજે દેહરાદૂનમાં પેટ્રોલ 4 પૈસા સસ્તુ અને ડીઝલ 3 પૈસા સસ્તુ 95.25 રૂપિયા અને 90.32 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યુ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો દર બેરલ દીઠ 84.31 પ્રતિ ડૉલર અને ડબ્લ્યુટીઆઈ પણ 77.72 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો દેશવ્યાપી ફેરફાર આ વર્ષે 21 મેના રોજ થયો હતો. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.73 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
