Fuel Rates: આજે પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થયુ કે નહિ, જાણો તમારા શહેરના ઈંધણના ભાવ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. આજે પણ દેશમાં ચાર મહાનગરો અને ગુજરાતમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધ-ઘટ થઈ રહી છે. વૈશ્વિક બજારમાં છેલ્લા 24 કલાક દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ એક ડૉલરનો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.60 ડૉલર વધીને 95.35 ડૉલર થઈ ગઈ છે. વળી, WTIનો દર 0.46 ડૉલરના ઉછાળા સાથે 89.04 ડૉલર પ્રતિ બેરલ છે. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી:
96.72
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
106.31
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
106.03
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
102.63
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
96.63
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
96.42
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
96.19
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
96.31
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
96.54
રુપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી:
89.62
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.27
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
92.76
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
94.24
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
92.38
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
92.17
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
91.95
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
92.07
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
92.28
રુપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
નોઈડામાં પેટ્રોલ 35 પૈસા મોંઘુ અને લખનઉમાં 13 પૈસા સસ્તુ થયુ છે. જે પછી નોઈડામાં એક લિટર પેટ્રોલની કિંમત 97 રૂપિયા અને લખનઉમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.44 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે નોઈડામાં ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે. જે બાદ ડીઝલનો ભાવ 90.14 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે જ્યારે લખનઉમાં ડીઝલના ભાવમાં 12 પૈસાનો ઘટાડો થયો છે. ત્યારબાદ અહીં ડીઝલનો ભાવ 89.64 રૂપિયા થઈ ગયો છે.