Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા, જાણો પેટ્રોલ અને ડીઝલના રેટમાં ઘડાડો થયો કે નહિ?
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, ચેક કરો અહીં...
નવી દિલ્લીઃ સરકારી ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશમાં છેલ્લા 115 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ ઈંધણના ભાવ સ્થિર છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આજે પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે 92 ડૉલર પ્રતિ બેરલની નીચે છે. આંતરરાષ્ટ્રીય ઓઈલ બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ આજે 91.59 ડૉલર પ્રતિ બેરલ પર છે. વળી, ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 85.53 ડૉલર પ્રતિ બેરલ પર જળવાયેલુ છે. નોંધનીય છે કે 21 મેના રોજ કેન્દ્રની મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તે પછીથી ઈંધણના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના દરો દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.18 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.65 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 84.10 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.59 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.82 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 79.74 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.04 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
