Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવ 15 ઓક્ટોબરે બદલાયા કે નહિ, જાણો અહીં
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. આજે પણ દેશના ચાર મહાનગરો સહિત બધા ભાગોમાં ઈંધણના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઈંધણ કંપનીઓ કિંમતોની સમીક્ષા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જો કે અમુક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 21 મે બાદથી પેટ્રોલ અને ડીઝલના રેટ બદલાયા નથી. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
બિહારમાં ઘટ્યા ઈંધણના ભાવ
બિહારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. બિહારમાં પેટ્રોલ 0.49 રૂપિયાથી 109.17 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 0.46 રૂપિયાથી 95.82 રૂપિયા સસ્તુ થયુ છે. હરિયાણામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. હરિયાણામાં પેટ્રોલ 0.21 રૂપિયા સસ્તુ થઈને 97.34 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યુ છે. જ્યારે ડીઝલ 90.19 રૂપિયા પ્રતિ લિટર છે. પંજાબમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પંજાબમાં પેટ્રોલ 0.54 રૂપિયા ઘટીને 96.35 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 0.53 રૂપિયા ઘટીને 86.71 રૂપિયા પ્રતિ લિટર થયુ છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નજીવો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
