Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલમાં ભાવવધારો યથાવત, અહીં જાણો પેટ્રોલ-ડીઝલની આજની કિંમત
Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 80ને પાર થઈ ગયો છે. જેની અસર ઈંધણના ભાવ પર પણ દેખાઈ રહી છે. જો કે, દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફરક નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 82.89 ડૉલર અને ડબ્લ્યુટીઆઈની કિંમત 78.89 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

નોઈડામાં પેટ્રોલ 47 પૈસા અને ડીઝલ 43 પૈસા મોંઘુ થયુ છે. ગુરુગ્રામમાં પેટ્રોલ 6 પૈસા અને ડીઝલ 5 પૈસા સસ્તુ થયુ છે. આગ્રામાં પેટ્રોલ અને ડીઝલ 32 પૈસા સસ્તુ થયુ છે. પ્રયાગરાજમાં પેટ્રોલ 80 પૈસા અને ડીઝલ 78 પૈસા સસ્તુ થયુ છે.
ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી. નોંધનીય છે કે અમુક રાજ્યોમાં થોડા મહિનાઓમાં ચૂંટણી થવાની છે માટે કિંમતો ઘટી શકે છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.41 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.15 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.
તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
