Fuel Rates: અમદાવાદમાં મોંઘુ થયુ પેટ્રોલ અને ડીઝલ, જાણો તમારા શહેરમાં આજના ભાવ
Fuel Rates: ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. હોળીના બીજા દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે પરંતુ અમુક જગ્યાએ ફેરફાર જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધ-ઘટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 86.43 ડૉલર પ્રતિ બેરલ જ્યારે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 81.63 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે.

બિહારમાં પેટ્રોલ 19 પૈસા અને ડીઝલ 18 પૈસા સસ્તુ થયુ છે. છત્તીસગઢ, ગોવા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યુપીમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વળી, ગુજરાત, હરિયાણા, હિમાચલ, મધ્ય પ્રદેશ અને પુડુચેરીમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયુ છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 94.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 104.21 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 103.94 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 100.75 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 94.57 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 94.52 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 94.22 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 94.44 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 94.09 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 87.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 92.15 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 90.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 92.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 90.24 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.19 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 89.91 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 90.13 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 89.76 રુપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.
તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
