Fuel Rates: 10 માર્ચ બાદ ઝડપથી વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ? ચેક કરો આજના રેટ

Fuel Rates: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર, જાણો તમારા શહેરના રેટ.

નવી દિલ્લીઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં બ્રેંટ ક્રૂડની કિંમત 130 ડૉલરને પાર ચાલી રહી છે. એવામાં ઘરેલુ ઈંધણના ભાવમાં પણ ઝડપથી વધી શકે છે. હાલમાં આજે તો ભાવ વધ્યા નથી પરંતુ એક્સપર્ટસના જણાવ્યા મુજબ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઝડપથી પેટ્રોલના ભાવ વધશે અને આ વધારો 12 રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે.

ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર

ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર

યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનુ મતદાન ખતમ થતાં જ ઈંધણ કંપનીઓએ ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર કરી દીધો છે. સરકારી ઈંધણ કંપનીઓએ મંગળવારે યુપીના નોઈડા, લખનઉ જ્યારે બિહારની રાજધાની પટના અને હરિયાણાના ગુરુગ્રામમાં પેટ્રોલ અને ડીઝલના રેટ બદલી દીધા છે. જો કે ચેન્નઈ સિવાય દિલ્લી, મુંબઈ અને કોલકત્તા જેવા મહાનગરોમાં ઈંધણની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આ કિંમતો છેલ્લા ચાર મહિલાથી સ્થિર છે. મુંબઈમાં હજુ પણ પેટ્રોલની કિંમત સૌથી વધુ 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે.

આ શહેરોમાં થયો ફેરફાર

આ શહેરોમાં થયો ફેરફાર

ગુરુગ્રામમાં પેટ્રોલ 95.68 રૂપિયા અને ડીઝલ 86.90 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા પેટ્રોલ 95.64 રૂપિયા અને ડીઝલ 87.14 રૂપિયા પ્રતિ લિટર
જયપુર પેટ્રોલ 107.06 રૂપિયા અને ડીઝલ 90.70 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ પેટ્રોલ 95.29 રૂપિયા અને ડીઝલ 86.81 રૂપિયા પ્રતિ લિટર
પટના પેટ્રોલ 106.26 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 95.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.33 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.42 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X