Fuel Rates: વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા આજે શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઉછાળાની અટકળો વચ્ચે ભારતીય ઈંધણ કંપનીઓએ આજે એટલે કે 10 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઉછાળાની અટકળો વચ્ચે ભારતીય ઈંધણ કંપનીઓએ આજે એટલે કે 10 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. રશિયા સામે આકરા પ્રતિબંધોની વધતી માંગ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 10 ડૉલર પ્રતિ બેરલથી વધુનો ઉછાળો આવ્યો છે. બ્રેંટ ક્રૂ઼ડ ઓઈળ સોમવારે 130 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ પહોંચ્યુ છે. જો કે ભારતીય બજારમાં નવેમ્બર 2021થી હજુ સુધી કિંમતો સ્થિર છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે ઇંધણ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 95.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 89.33 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
