Fuel Rates: દુર્ગાષ્ટમી પર મળી રાહત કે લાગ્યો ઝટકો? જાણો અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દુર્ગાષ્ટમીના પર્વ પર સામાન્ય જનતાને રાહત મળી છે. બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.
નવી દિલ્લીઃ દુર્ગાષ્ટમીના પર્વ પર સામાન્ય જનતાને રાહત મળી છે. બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. તમને જણાવી દઈએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે અને છેલ્લા 7 દિવસથી વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ લોકોને હેરાન કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 101.52 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 104.44 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 110.41 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 101.89 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 105.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 108.08 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 108.64 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 107.99 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 101.47 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવઃ 101.76 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 100.73 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 93.17 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 97.69 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 101.66 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 98.89 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.04 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવઃ 93.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 93.61 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોના ઉછાળા બાદ 28 સપ્ટેમ્બરે પેટ્રોલ અને 24 સપ્ટેમ્બરે ડીઝલના ભાવ ત્રણ સપ્તાહ બાદ વધારવામાં આવ્યા હતા. જુલાઈ અને ઓગસ્ટ કિંમતોમાં ઘટાડા પહેલા 4 મેથી 17 જુલાઈ વચ્ચે પેટ્રોલની કિંમતોમાં 11.44 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન ડીઝલના દરમાં 9.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
