Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના આજના રેટ થયા જાહેર, જાણો તમારા શહેરમાં ભાવ

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

નવી દિલ્લીઃ સરકારી ઈંધણ કંપનીઓએ આજે એટલે કે 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર કર્યો નથી. 7 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. દિલ્લી સહિત મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત 100ને પાર છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર લાગતા વેટના અલગ-અલગ દરોના કારણે શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલ 80 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 105.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 120.51 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 115.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 110.85 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 96.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 104.77 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 99.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 100.85 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

ઈંધણ કંપનીઓએ 19 દિવસમાં 14 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા. ત્યારબાદ દિલ્લીમાં 22 માર્ચથી 6 એપ્રિલ સુધી પેટ્રોલ ક્રમશઃ 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40, 80 અને 80 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ. જ્યારે 7 એપ્રિલથી 19 મે સુધી લગભગ 40 દિવસથી કિંમતો સ્થિર છે. અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવી ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X