Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, ચેક કરો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.
નવી દિલ્લીઃ આજે સોમવારે ઘરેલુ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરી દીધા છે. આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી જેનાથી સામાન્ય લોકોને રાહત મળી છે. તમને જણાવી દઈએ કે સરકારી ઈંધણ કંપનીઓએ સતત 137 દિવસથી ઈંધણની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ઓઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ પહોંચ્યો છે. હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ન વધવાથી સામાન્ય જનતાને રાહત મળી છે. જો કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલના રેટ 100થી વધુ છે. ચારે મહાનગરોમાં સૌથી સસ્તુ ઈંધણ દિલ્લી અને સૌથી મોંઘુ ઈંધણ મુંબઈમાં છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.
આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ
95.35
રૂપિયા
પ્રતિ
લિટર
દિલ્લી:
95.41
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
109.98
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકાતા:
104.67
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
101.40
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુ:
100.58
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદ:
108.20
રૂપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ
89.33
રૂપિયા
પ્રતિ
લિટર
દિલ્લી:
86.67
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.14
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકાતા:
89.79
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
91.42
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુ:
85.01
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદ:
94.62
રૂપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.