Fuel Rates: એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા પછી આજે પેટ્રોલ અને ડીઝલ કેટલુ સસ્તુ થયુ, જાણો અહીં
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.
નવી દિલ્લીઃ રવિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. 6 એપ્રિલ પછી પહેલી વાર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રની જાહેરાત બાદ રાજસ્થાન, ઓરિસ્સા અને તમિલનાડુની સરકારોએ પણ વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. જો કે, ઈંધણ કંપનીઓ તરફથી આજે કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા પછી રવિવારે પેટ્રોલની કિંમતમાં 8.69 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો જ્યારે ડીઝલ 7.05 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થયુ છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 111.35 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 97.28 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર

ગુજરાતના 5 શહેરોમાં પેટ્રોલ-ડીઝલના રેટ
ગાંધીનગરઃ પેટ્રોલ - 96.63 રૂપિયા પ્રતિ લિટર,ડીઝલ - 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ પેટ્રોલ - 96.42 રૂપિયા પ્રતિ લિટર,ડીઝલ - 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ પેટ્રોલ - 96.19 રૂપિયા પ્રતિ લિટર,ડીઝલ - 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ પેટ્રોલ - 96.31 રૂપિયા પ્રતિ લિટર,ડીઝલ - 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ પેટ્રોલ - 96.54 રૂપિયા પ્રતિ લિટર,ડીઝલ - 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
તમને જણાવી દઈએ કે હાલમાં જ બેંક ઑફ બરોડાને એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતમાં પેટ્રોલ હોંગકોંગ, જર્મની અને યુકે જેવા દેશો કરતા સસ્તુ છે પરંતુ ચીન, બ્રાઝિલ, જાપાન, યુએસએ, રશિયા, પાકિસ્તાન અને શ્રીલંકા કરતા મોંઘુ છે.












Click it and Unblock the Notifications
