• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલની આજની કિંમત જાહેર, જાણો તમારા શહેરના ભાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કરી દીધા છે. આજે બુધવારે(25 નવેમ્બર) સતત 21માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ સપ્તાહથી સતત ઈંધણ કંપનીઓઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. તમને જણાવી દઈએ કે દિવાળીમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો ત્યારબાદ મોટાભાગના રાજ્યોએ પોતાને ત્યાં વેટ ઘટાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 95.41 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 103.97 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.40 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.42 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

તમને જણાવી દઈએ કે દેશમાં ઓટો ઈંધણની કિંમતો સ્થાનિક વેટ અને નૂર શુલ્કના આધારે દરેક રાજ્યમાં બદલાય છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઓટો ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. ઈંધણ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમયના દરોના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices remain unchanged on 25th November, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X