Fuel Rates: આજે પણ નથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ પરંતુ આ શહેરમાં વેચાઈ રહ્યુ છે દેશનુ સૌથી મોંઘુ પેટ્રોલ
સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી જેના કારણે સામાન્ય જનતાને રાહત મળી છે.
નવી દિલ્લીઃ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી જેના કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. તમને જણાવી દઈએ કે ભાવમાં ઘટાડા બાદથી સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે છે. ઘટાડા છતાં હાલમાં ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યુ છે. શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત 116.34 રૂપિયા અને ડીઝલની કિંમત 100.53 રૂપિયા પ્રતિ લિટર છે. તમને જણાવી દઈએ કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.
આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ
95.26
રૂપિયા
પ્રતિ
લિટર
દિલ્લી:
103.97
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
109.98
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકાતા:
104.67
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
101.40
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુ:
100.58
રૂપિયા
પ્રતિ
લિટર
લખનઉ:
106.61
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદ:
95.28
રૂપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ
89.25
રૂપિયા
પ્રતિ
લિટર
દિલ્લી:
86.67
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.14
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકાતા:
89.79
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
91.42
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુ:
85.01
રૂપિયા
પ્રતિ
લિટર
લખનઉ:
86.80
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદ:
94.62
રૂપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.