For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત પહોંચી 112ને પાર, જાણો પોતાના શહેરના રેટ

ઈંધણ કંપનીઓએ સોમવારે ઝટકો આપ્યા બાદ આજે સામાન્ય જનતાને રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ સોમવારે ઝટકો આપ્યા બાદ આજે સામાન્ય જનતાને રાહત આપી છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે તેના રેટ વધ્યા નથી. તમને જણાવી દઈએ કે સોમવારે પેટ્રોલ 28 પૈસા મોંઘુ પરંતુ ડીઝલ 16 પૈસા સસ્તુ થયુ હતુ. વધતી કિંમતોના કારણે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર થાય છે.

ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ શ્રીગંગાનગરમાં

ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ શ્રીગંગાનગરમાં

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 39 વાર પેટ્રોલ અને 37 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી 7 દિવસ પેટ્રોલના ભાવ વધ્યા છે. વળી, ડીઝલના ભાવ ચાર વાર વધ્યા છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. વળી, ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે જ્યાં પેટ્રોલની કિંમત 112.53 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 102.98 રૂપિયા પ્રતિ લિટર છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.20 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 101.92 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.35 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.58 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.52 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.03 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.15 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.29 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.24 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.81 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.59 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.09 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.30 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.85 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.78 રૂપિયા પ્રતિ લિટર

English summary
Fuel rates remain unchanged on 13th July, check today's latest petrol and diesel price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X