Fuel Rates : આજે ફરી વધ્યો પેટ્રોલ અને ડીઝલનો ભાવ

દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી શનિવારની રાત્રે પેટ્રોલ અને ડીઝલ 80-80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

Fuel Rates : દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી શનિવારની રાત્રે પેટ્રોલ અને ડીઝલ 80-80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સાથે ડીઝલની કિંમત 94.67 રૂપિયા થઈ ગઈ છે. વધેલી કિંમતો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે.

22 માર્ચથી સતત વધી રહી છે તેલની કિંમતો

22 માર્ચથી સતત વધી રહી છે તેલની કિંમતો

ઉલ્લેખનીય છે કે, 22 માર્ચથી દેશમાં 2 દિવસ સિવાય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ 12 દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 8રૂપિયાનો વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલની સાથે સીએનજી અને ઘરેલુ ગેસ પીએનજીના ભાવ પણ વધી રહ્યા છે. દિલ્હીમાં CNG 60.81 રૂપિયા પ્રતિ કિલોનાદરે ઉપલબ્ધ છે.

મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર

મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર

- દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 103.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.

- મુંબઈમાં પેટ્રોલની કિંમત 117.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલનો ભાવ 101.79 રૂપિયા પ્રતિ લીટર છે.

- કોલકાતામાં પેટ્રોલ 112.19 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો દર 97.02 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

આ રીતે ઘરે બેઠા ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ

આ રીતે ઘરે બેઠા ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X