G20 Summit : જાણો G-20 થી રિયલ એસ્ટેટ, ખેતી અને શિક્ષણ ક્ષેત્રને કેટલી ઉમ્મીદ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર G-20ના ભરોષે આવનારી ચૂંટણી જીતવા માટે જોર લગાવી રહી છે. રાજનીતિથી વિપરીત હકિકતમા આનાથી કેટલો ફાયદો થશે અને દેશના મહત્વના સેક્ટર રિયલ એસ્ટેટ, ખેતી અને શિક્ષણ ક્ષેત્રે કેટલો ફાયદો થશે તેના પર પણ એક નજર કરવી જરૂરી છે.
અહેવાલો અનુસાર, રિયલ એસ્ટેટ સેક્ટર ટેક્નોલોજી ફ્લેક્સિબિલિટી અને એફડીઆઈ રોકાણમાં વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યું છે તો બીજી તરફ કૃષિ બજાર એવી નીતિઓની અપેક્ષા રાખી રહ્યું છે જે સ્થિરતાને પ્રોત્સાહન આપી શકે.

આ સિવાય જો શિક્ષણ ક્ષેત્રે શૈક્ષણિક અસમાનતાઓને રોકવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને શિક્ષકોની તાલીમમાં રોકાણ વધવાની અપેક્ષા છે.
2023 થી G20 પ્રેસિડેન્ટ તરીકે ભારત અન્ય સભ્યો સાથે પરામર્શ કરીને અને વૈશ્વિક અર્થતંત્રમાં વિકાસના પ્રતિભાવમાં G20 એજન્ડાને એકસાથે લાવવા માટે જવાબદાર છે. G20 સમિટમાંથી આ ત્રણ ક્ષેત્રોની અપેક્ષા મહત્વની છે.
ઈન્ક્યૂસ્પેસના સ્થાપક અને CEO સંજય ચૌધરીએ કહ્યું છે કે, અમને આશા છે કે G20 સમિટની ભારતના રિયલ એસ્ટેટ માર્કેટને મોટી અસર થશે. આનાથી દેશની આર્થિક સંભાવનાઓ પર વિશ્વનું ધ્યાન વધવાની અપેક્ષા છે.
IPL બાયોલોજિકલ્સના પ્રમુખ હર્ષવર્ધન ભાગચંદકાએ જણાવ્યુ કે, ટકાઉ કૃષિ અને પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથા માટે પ્રતિબદ્ધ કંપની તરીકે અમે આ G20 સમિટ પાસેથી આબોહવા પરિવર્તનને સંબોધવા અને ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના વૈશ્વિક પ્રયાસોના સંદર્ભમાં ઘણી અપેક્ષાઓ રાખીએ છીએ.
KL ડીમ્ડ યુનિવર્સિટીના ચાન્સેલર કોનેરુ સત્યનારાયણે જણાવ્યુ કે, વિશ્વભરના શિક્ષણ ઉદ્યોગને G-20 સમિટથી ઘણી આશા છે. તેમણે કહ્યું કે અપેક્ષા છે કે સભ્ય દેશો એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને શિક્ષક પ્રશિક્ષણમાં રોકાણ વધારવા માટે પ્રતિબદ્ધ થશે.












Click it and Unblock the Notifications
