GDP પર નોટબંધીની થઇ ખરાબ અસર, 7.6 ટકાનો ઘટાડો

નોટબંધીની અસર જીડીપી પર પણ પડી. દેશની જીડીપી 2015-16માં હતી તેના કરતા ઘટીની આ સ્તર પર પહોંચી છે. વધુ વાંચો અહીં...

રાષ્ટ્રીય આવકના પહેલા અગ્રીમ અનુમાન મુજબ દેશની જીડીપીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જીડીપી 2015-16માં 7.6 ટકા હતી. જે 2016-17માં ઘટીને 7.1 ટકા પર આવી ગઇ છે. બીજી તરફ વાસ્તવિક ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) 2016-17માં 7.2 ટકા રહી હતી. વળી 2016-17 દરમિયાન પ્રતી વ્યક્તિની આવક 5.6 ટકા રહી છે જ્યારે 2015-16માં તે 6.2 ટકા હતી.

gdp

તો બીજી તરફ પ્રતિ વ્યક્તિ શુદ્ધ રાષ્ટ્રીય આવકમાં 2016-17માં લગભગ 10.4 ટકાના વધારાની આશા સેવાઇ રહી છે. જે 2015-16માં 93,293 રૂપિયા હતી. જો એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ તો એમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ સેક્ટરમાં જીવીએની ગ્રોથ 2016-17માં 4.1 ટકા થઇ શકે છે. જ્યારે તે 2015-16માં ખાલી 1.2 ટકા જ હતું. નોંધનીય છે કે આ રિપોર્ટમાં મોટા ભાગના સેક્ટરના ઓક્ટોબર સુધીના જ ડેટા લેવામાં આવ્યા છે. કેટલાક સેક્ટરમાં નવેમ્બર અને કેટલાકમાં સપ્ટેમ્બરના પણ ડેટા નંબર છે.

નોંધનીય છે કે નોટબંધી પછી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો તો થયો જ છે પણ ક્રેડિટ ગ્રોથ પર તેની અસર થઇ છે. ભારતીય સ્ટેટ બેંકના રિપોર્ટ મુજબ 23 ડિસેમ્બર પછી ક્રેડિટ ગ્રોથ ઘટીને 5.1 ટકા પર આવ્યો હતો. ભારતીય સ્ટેટ બેંકના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષના કહેવા મુજબ આ આંકડાઓ ગત 60 વર્ષના સૌથી નીચા સ્તરને બતાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X