For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો GDP, નવા નાણામંત્રી માટે પડકાર

પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો GDP, નવા નાણામંત્રી માટે પડકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુરુવારે મોદી કેબિનેટે શપથ ગ્રહણ કરી લીધા છે અને નવા નાણામંત્રી તરીકે નિર્મલા સિતારમણને જવાબદારી સોંપવામાં આવી છે. હવે નિર્મલા સિતારમણની સામે એક મોટો પડકાર છે. શુક્રવારે જાહેર થયેલ આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ 2018ના (જાન્યુઆરી-માર્ચ) ચોથા ક્વાર્ટરમાં દેશના જીડીપી ઘટાડો નોંધાયો છે.

gdp

ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગગડી 6 ટકાથી નીચે 5.8 ટકા પર પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2018-19માં કુલ જીડીપી 6.8 ટકા થઈ શકે છે. એટલે કે 7 ટકાથી નીચે ગગડી શકે છે. બીજી તરફ લેબર સર્વે મુજબ પાછલા નાણાકીય વર્ષમાં દેશમાં બેરોજગારી દર પણ 6.1 ટકા રહ્યો છે.

જ્યારે આઠ કોર ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત સૂચકાંક એપ્રિલ 2019માં 127.5 છે જે પાછલા 2018ની તુલનામાં 2.6 ટકા વધુ છે. એપ્રિલ 2018- માર્ચ 2019 દરમિયાન તેની સંચયી વૃદ્ધિ 4.3 ટકા રહી હતી.

જણાવી દઈએ કે દેશની વિવિધ બેંકોએ ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 6થી 6.3 ટકા રહેવાની અપેક્ષા જતાવી હતી. જ્યારે કોટક મહિન્દ્રા બેંકે સૌથી ઓછો 6 ટકા રહેવાની આશંકા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ચોથા ક્વાર્ટરમાં વિવિધ ક્ષેત્રોના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં કટોતીને કારણે ગ્રોથને ઝાટકો લાગવાની આશંકા પહેલેથી જ જતાવવામાં આવી હતી. આ આશંકા સાચી સાબિત થઈ અને હવે સ્પષ્ટ છે કે નાણાકીય વર્ષ 2018-19માં આ ગિરાવટ સાત ટકાથી નીચે આવશે.

આ પણ વાંચો-ખુશ ખબર: આગામી મહિને RBI મોટા નિર્ણય લેશે, આટલી ઘટી શકે છે તમારું EMI

English summary
challenge ahead for new finance minister nirmala sitharan as GDP growth hits 5 year low.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X