ભારતમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ
નવા સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી છે. સ્થાનિક બજારમાં સતત તેજી રહ્યા બાદ રોકાણકારો અને ખરીદદારોને થોડી રાહત મળી છે. દિલ્હી સહિત દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદી પણ સસ્તી થઈ છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 1,43,920 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 1,31,940 પ્રતિ 10 ગ્રામ પર ઉપલબ્ધ છે. જો કે, છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનું 3,320 અને 22 કેરેટ સોનું આશરે 3,050 મોંઘું થયું હતું, ત્યારબાદ આ હળવો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 4,603.51 ડોલર પ્રતિ ઔંસની આસપાસ સ્થિર છે.
સોનાની જેમ ચાંદીની ચમક પણ 19 જાન્યુઆરીએ થોડી ઝાંખી પડી છે. આજે સવારે ચાંદીનો ભાવ ઘટીને 2,94,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. તેમ છતાં પાછલા એક સપ્તાહમાં ચાંદી 35,000 મજબૂત થઈ છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં સ્થાનિક બજારમાં ચાંદીમાં લગભગ 22.4%ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ચાંદી 90.33 પ્રતિ ઔંસના સ્તરે ટકી રહી છે.
દેશના દસ મોટા શહેરોમાં સોનાના ભાવમાં વિવિધતા જોવા મળી છે. દિલ્હી, જયપુર, લખનૌ અને ચંદીગઢમાં 24 કેરેટ સોનું 1,43,920, 22 કેરેટ 1,31,940 અને 18 કેરેટ 1,05,480 પ્રતિ 10 ગ્રામ રહ્યો. જ્યારે મુંબઈ, ચેન્નઈ, કોલકાત્તા અને હૈદરાબાદમાં 24 કેરેટ સોનું 1,43,770, 22 કેરેટ 1,31,790 અને 18 કેરેટ 1,05,370 નોંધાયો.
આ ઉપરાંત અમદાવાદ અને ભોપાલમાં 24 કેરેટ સોનું 1,43,820, 22 કેરેટ સોનું 1,31,840 અને 18 કેરેટ સોનું 1,05,410 જોવા મળ્યું. ભારતમાં સોના-ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારની કિંમતો, રૂપિયાની સામે ડોલર વિનિમય દર, આયાત શુલ્ક, ટેક્સ, જ્વેલર્સની માંગ અને તહેવારોની સિઝન જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે.
આ સિવાય અમેરિકાના ફુગાવાના આંકડા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો અંગેની અપેક્ષાઓ પણ કિંમતી ધાતુઓના ભાવને સીધી અસર કરે છે. 27-28 જાન્યુઆરીના રોજ યોજાનારી આગામી ફેડ મીટિંગને પગલે રોકાણકારો હાલ સાવધ જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
