Gold Rate: અનલૉક 1.0ના પહેલા જ દિવસે સોનાએ રેકોર્ડ તોડ્યો, ચાંદી 50,000ને પાર

Gold Rate: અનલૉક 1.0ના પહેલા જ દિવસે સોનાએ રેકોર્ડ તોડ્યો, ચાંદી 50,000ને પાર

નવી દિલ્હીઃ સોના ચાંદીની કિંમતમાં 1 જૂન 2020ના રોજ અનલૉક 1.0ના પહેલા જ દિવસે મોટો બદલાવ થયો છે. સોનાની કિંમતમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 1 જૂન 2020ના રજ સોનાની કિંમતમાં રેકોર્ડ તેજી નોંધાણી જ્યારે ચાંદીની કિંમતમાં ભારે તેજી આવી છે અને ચાંદી 50,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જૂનના પહેલા જ દિવસે સોની બજારમાં સોના-ચાંદીની કિંમતમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.

સોના-ચાંદીની કિંમતમાં વધારો

સોના-ચાંદીની કિંમતમાં વધારો

1 જૂને દેશ લૉકડાઉનથી અનલૉક 1.0 તરફ આગળ વધી રહ્ય છે. લૉકડાઉન 5 દરમિયાન દુકાનો, શોરૂમ, મૉલ્સ વગેરે ખોલવાની મંજૂરી મળી ગઈ છે. સોની બજાર અને જ્વેલર્સ શૉપ ખુલ્યા બાદ સોના-ચાંદીની કિંમતમાં મોટી અસર જોવા મળી. સોમવારે 1 જૂન 2020ના રોજ સોનામાં 377 રૂપિયાની તેજી જવા મળી. મેના બીજા અઠવાડિા બાદથી સોનાની કિંમતમાં ગિરાવટ ચાલુ રહી, પરંતુ જૂનના પહેલા જ દિવસે સોનાની કિંમતમાં તેજી આવી અને 10 ગ્રામે 377 રૂપિયા કિંમત વધી.

1 જૂને સના ચાંદીના હાલ

1 જૂને સના ચાંદીના હાલ

સોમવારે સોનું 377 રૂપિયા મોંઘુ થઈ 47306 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. સોનાની કિંમત શુક્રવારે 46929 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. સોનાની કિંમત એકવાર ફરીથી 47000 રૂપિયાને પાર થઈ ગઈ છે. જ્યારે ચાંદીની કિંમતમાં 1575 રૂપિયાની તેજી જોવા મળી છે અને ચાંદીની કિંમત ભારતીય સોની બજારમાં 50,010 રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગઈ છે. ઘણા લાંબા સમય બાદ ચાંદીની કિંમત 50 હજારની પાસે પહોંચી ગઈ છે.

તમારા શહેરમાં સોનાના હાલ

તમારા શહેરમાં સોનાના હાલ

જો સોનાની કિંમતની વાત કરીએ તો ઈન્ડયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ મુજબ 1 જૂનના રોજ 24 કેરેટ સોનુ 377 રૂપિયાના વધારા સાથે 47306 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે 91.6 ટકા શુદ્ધતાવાળાં સનાની કિંમત 47117 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 8 ગ્રામવાળી ગિન્નીની કિંમત 27647 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચાંદીની કિંમતમાં ભારે તેજી આવી છે. ચાંદી 1575 રૂપિયાના વધારા સાથે 48435 રૂપિયાથી વધીને 50010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.

સોનાની વાયદા કિંમત

સોનાની વાયદા કિંમત

બજારમાં હાજર માંગ વધ્યા બાદ વાયદા બજારમાં સોનાની કિંમતમાં તેજી આવી. MCX પર સોનું 226 રૂપયા વધી ગયું છે. સોનાની કિંમત 46, 880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં જૂન ડિલિવરી પર સોનાની કિંમત 0.48 ટકાની તેજી સાથે 46,880 રૂપયા પ્રતિ 10 ગ્રામ રહી. જ્યારે ઓગસ્ટ ડિલિવરીવાળા સોનાની કિંમતમાં 0.19 ટકાની તેજી આવી જે 47,195 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X