For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USના આર્થિક સ્થિતિ સુધરતા સોનાની કિંમતોમાં કડાકો

|
Google Oneindia Gujarati News

શુક્રવારે ઘરેલુ બજારમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આમ થવાનું કારણ રોકાણકારો અને સટાટાખોરો દ્વારા અમેરિકાના અર્થતંત્રમાં સુધારણાના જોરે ઘટાડેલી ખરીદી છે. સટ્ટાખોરો અને રોકાણકારોએ અમેરિકામાં છેલ્લા કવાર્ટરમાં ધારણા કરતા ઝડપી આર્થિક સુધારણા જોવા મળતા અને યુએસ ફેડરલ રિઝર્વના બોન્ડ ખરીદીનો અંત લાવવાના નિર્ણયને પગલે વધારે સુરક્ષિત વાતાવરણના સંકેત મળતા આમ થયું છે.

gold-coins

આ અંગે પ્રાપ્ત આંકડાઓ અનુસાર જુલાઇ - સપ્ટેમ્બર, 2014માં અમેરિકાના અર્થતંત્રએ વાર્ષિક 3.5 ટકાના દરે વૃદ્ધિદર પ્રાપ્ત કર્યો છે. આ દર 3 ટકાના ધારણા દરથી પણ વધારે છે. જેના કારણે પરફોર્મન્સ સુધર્યું હોવાનું માનવામાં આવે છે.

આ ઉપરાંત સૌથી મોટા બુવિયન એક્સચેન્જ spdr ગોલ્ડ ટ્રસ્ટમાં હોલ્ડિંગને કારણે સોનામાં છેલ્લા 6 વર્ષનો સૌથી ભારે કડાકો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેમાં રોકાણની માંગ ઘટતા પણ ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

બીજી તરફ MCXમાં ડિસેમ્બર 2014ના કોન્ટ્રાક્ટ માટે ગોલ્ડ ફ્યુચર પ્રતિ 10 ગ્રામનો રૂપિયા 26,345નો ભાવ ચાલે છે. આ ભાવ પહેલા રૂપિયા 26,563 હતો. તેમાં 0.97 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે પહેલાનું ક્લોઝિંગ રૂપિયા 26,603 હતું.

English summary
Gold Falls Sharply as US Economic Data Improves.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X